Gujarat

હિમાલયસે ઉંચી મતદાનની ટકાવારીમાં ૭૮.૪૨ ટકાની યશસ્વી સિધ્ધિ સાથે પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યભરમાં નર્મદા જિલ્લો ટકાવારીની ટોચ પર

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને
રાહબરી હેઠળ રાજ્યમાં મહત્તમ મતદાન સાથે મોખરાનું સ્થાન જાળવી રાખતો નર્મદા જિલ્લો
————-
                જિલ્લામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના પ્રથમ ચરણમાં તા.૦૧ મી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ યોજાયેલા મતદાનમાં જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારની બંને બેઠકોના વિસ્તારમાં જિલ્લાનાં મતદારોએ બન્ને બેઠકોમાં સરેરાશ ૭૮.૪૨ ટકા જેટલું અભૂતપૂર્વ અને ઐતિહાસિક મતદાન કરતા, મતદાનની ટકાવારીમાં હિમાલયસે ઉંચી યશસ્વી સિધ્ધિ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને રાહબરી હેઠળ પ્રથમ તબક્કાના મતદાનમાં નર્મદા જિલ્લો રાજ્યભરમાં પુનઃ ટકાવારીની ટોચના સ્થાને રહેવા પામ્યો છે.
                અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લો ગત વિધાનસભા-૨૦૧૭ ની સામાન્ય ચૂંટણીમાં જિલ્લાની બન્ને બેઠકોના મતદાનમાં ૭૯.૧૫ ટકાની સરેરાશ ટકાવારી સાથે રાજ્યભરમાં મોખરે રહ્યોં હતો. હાલ-૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં ૮૨.૭૧ ટકાના મતદાન સાથે રાજ્યભરની ૮૯ બેઠકોની થયેલી ચૂંટણીમાં દેડીયાપાડા સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી સાથે મોખરે રહ્યો છે. જ્યારે નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં હાલની ચૂંટણીમાં ૭૪.૩૬ ટકા મતદાન નોંધાયું છે. ગત-૨૦૧૭ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પણ દેડીયાપાડા મતવિસ્તાર ૮૪.૬૩ મતદાન સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહેવા પામ્યો હતો. જ્યારે નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં ૭૪.૩૪ ટકા મતદાન નોંધાયું હતું.
                 અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લો ગત વિધાનસભા-૨૦૧૨ ની સામાન્ય ચૂંટણીમાં પણ ઉક્ત બન્ને બેઠકો માટે ૮૨.૨૧ ટકાની સરેરાશ ટકાવારી સાથે રાજ્યભરમાં મોખરે રહ્યોં હતો, જેમાં દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર ૮૮.૩૧ મતદાન સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહેવા પામ્યો હતો. અને નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં ૭૭.૦૭ ટકા મતદાન નોંધાયું હતું.
             અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત ૨૦૦૭ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં દેડીયાપાડા મતવિસ્તારમાં ૭૦.૮૨ ટકા અને નાંદોદ મતવિસ્તારમાં ૬૮.૦૯ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૦૭ ની વિધાનસભામાં પણ સૌથી વધુ મતદાનવાળી ૧૫ જેટલી બેઠકોમાં નર્મદા જિલ્લાની દેડીયાપાડા બેઠક ૭૦.૮૨ ટકા સાથે રાજ્યમાં મતદાનની ટકાવારીમાં પાંચમા ક્રમે રહેવા પામી હતી. તેવી જ રીતે ગત ૨૦૦૯ ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા મત ક્ષેત્રમાં ૭૩.૬૭ ટકા તેમજ છોટાઉદેપુર સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત ક્ષેત્રમાં ૭૯.૭૬ ટકા મતદાન નોંધાયું હતું. નર્મદા જિલ્લાનો ૨૦૦૭ નો  સરેરાશ વોટર ટર્નઆઉટ રેશીયો ૬૯.૬૫ ટકા હતો. અને ૨૦૦૯ માં આ રેશીયો ૬૫.૯૫ ટકા રહેવા પામ્યો હતો. જ્યારે ગત-૨૦૧૨ માં ૮૨.૨૧ ટકા અને ગત-૨૦૧૪ માં ૮૦.૭૬ ટકા જિલ્લાનો સરેરાશ વોટર ટર્ન આઉટ રેશીયો નોંધાયો હતો.
            અત્રે એ ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર- ૨૦૧૨ માં વિધાનસભાની ચૂંટણીમાં યોજાયેલા મતદાનમાં નર્મદા જિલ્લો ૮૨.૨૧ ની સરેરાશ ટકાવારી સાથે રાજ્યભરમાં મોખરે રહેવા ઉપરાંત દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની બેઠક પણ ૮૮.૮૧ ટકા મતદાન સાથે પ્રથમ તબક્કાની ૮૭ બેઠકોના મતદાનમાં સૌથી મોખરે રહેવા પામી હતી.
           તેવી જ રીતે એપ્રિલ-૨૦૧૪ માં યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં ભરૂચ સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા ક્ષેત્ર ૮૫.૮૮ જેટલા અભૂતપૂર્વ ઐતિહાસિક મતદાન સાથે આ બેઠક રાજ્યભરમાં ટકાવારીની ટોચ પર રહી હતી. જ્યારે છોટાઉદેપુર સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં ૭૬.૩૭ ટકા મતદાનની ટકાવારી નોંધાઇ હતી. ઉક્ત બન્ને વિધાનસભા ક્ષેત્રની એટલે કે નર્મદા જિલ્લાની સરેરાશ ૮૦.૭૬ ટકા જેટલી મતદાનની અભૂતપૂર્વ અને ઐતિહાસિક ટકાવારી સાથે નર્મદા જિલ્લો મતદાનની ટકાવારીમાં જે તે સમયે પણ રાજ્યભરમાં અગ્રેસર રહ્યોં હતો.
            નર્મદા જિલ્લાની આ બંને બેઠકોની ઐતિહાસિક અને વિક્રમસર્જક મતદાનની ઉંચી ટકાવારીના વિશ્લેષણ તરફ એક દ્રષ્ટ્રિપાત કરીએ તો, નર્મદા જિલ્લો શરૂઆતથી જ ૭૩ ટકાની આસપાસ મતદાનની ટકાવારીમાં રાજ્યભરમાં અગ્રેસર રહ્યોં છે.
            અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે, ગત લોકસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૧૪ માં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સ્વીપ અંતર્ગત મતદાર જાગૃત્તિની ઘનિષ્ઠ ઝુંબેશને લીધે જિલ્લામાં મતદાનની ટકાવારીનો ગ્રાફ ઉંચો રહ્યોં હતો અને બહુલ આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લો “ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ” ની સાથોસાથ “લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ” માં પણ ગૌરવવંતુ સ્થાન પામતાં જિલ્લાના મતદારો આ ગૌરવના યશભાગી બન્યા હતાં.

IMG-20221202-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *