ભાવનગર
આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓ માહિતી મેળવી રહ્યા છે. તેમણે હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર ૬૨ અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવતી શાળાની મુલાકાત લીધી હતી. માત્ર એકાદ-બે એલઇડી લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જાેઈએ. અહીં આવીને મેં જાેયું કે શાળાઓની હાલત કેટલી ખરાબ છે. હું આવવાનો હતો એટલે સાફ-સફાઇ તો કરી છે, પણ એટલી થઇ નથી, સાફ કરવા છતાં જાળિયા અને ગંધકી જાેવા મળી રહીં છે. ગુજરાતના શિક્ષણમંત્રીના હોમ ટાઉનમાં જ શાળાઓની આવી હાલત છે તો રાજ્યમાં બીજે કેવી હશે. થોડા દિવસ પહેલાં મનીષ સિસોદિયાએ એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રીના નિવેદનની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૭ વર્ષથી સત્તા પર રહેલા ભાજપના શાસનમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. આજે ભાવનગરની મુલાકાતે આવી પહોંચેલા મનીષ સિસોદિયાએ હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર ૬૨ની મુલાકાત લીધા હતી. તેમની સાથે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા તેમજ પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.


