પાટણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પરીક્ષા પદ્ધતિમાં અવાર-નવાર ફેરફાર કરવામાં આવ્યા હતા. છાત્ર સંગઠનો દ્વારા પણ ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવે તેવી માંગ સાથે અવારનવાર યુનિવર્સિટીમાં રજૂઆતો કરવામાં આવી હતી. જાેકે, હવે યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ ઓફલાઇન પદ્ધતિથી લેવાનો યુનિવર્સિટી દ્વારા ર્નિણય કરાયો છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી તેમજ માર્ચ માસમાં યોજાનારી વિવિધ પરીક્ષાઓ ઓફલાઇન લેવામાં આવશે. જેમાં ૨૪ ફેબ્રુઆરીથી લેવાનારી સ્નાતક અને અનુ સ્નાતકની સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે. આ ઉપરાંત ૪૦ જેટલી પરીક્ષા એમસીકિયુ પદ્ધતિથી લેવામાં આવશે. તેમજ સિંગલ સેન્ટર પર પેપર પેનથી પરીક્ષા લેવાશે. યુજી અને પીજીની સેમ-૧ની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. જેમાં આશરે ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોવાનું યુનિના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.
