Gujarat

હેરંજ પ્રા.શાળા ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના હેરંજ ગામે પ્રાથમિક શાળા ખાતે બી.આર.સી ભવન મહુધા તાલુકા કક્ષાનું ” વિજ્ઞાન -ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ” 2022 – 23 કાર્યક્રમ યોજાયો હતો દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી  મહુધા મત વિસ્તારના ધારાસભ્ય  સંજયસિંહ મહિડા નું  પુષ્પ ગુચ્છ આપી અને શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહુધા મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા , મહુધા તાલુકા વિકાસ અધિકારી  , મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ , મહુધા તાલુકા પંચાયત પ્રમુખ નાં પ્રતિનિધિ રાયસિંગભાઈ પરમાર , જિલ્લા કારોબારી અધ્યક્ષ  જયંતિભાઈ સોઢા , મહુધા તાલુકા ભાજપ મહામંત્રી નરસિંહ ભોજાણી , ભાજપ સોશ્યલ મીડિયા સંજયસિંહ ભોજાણી , મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ , શિક્ષક ગણ  સહિત અનેક અગ્રણીઓ અને  મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20221213-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *