પાટણ
પાટણ જિલ્લામાં કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સની આરોગ્ય સેવા જરૂરિયાત મંદ માટે આશીર્વાદ સમાન બની રહી છે. ત્યારે જિલ્લાના સમી તાલુકાના અનવરપુર ગામે ધૂળેટીની પ્રસવ પીડાનો કેસને લઈ ૧૦૮ માં ફરજ બજાવતા પાયલોટ અને ઈએમટી તાત્કાલિક પહોંચ્યા હતા. જ્યા પ્રસવ પીડા ભોગવી રહેલી હેતલ બેન ઠાકોરને ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જાેકે, હેતલબેનને રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડતા ઈએમટી મહેશ ઠાકોર અને પાયલોટ સન્ની પરમાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી અને બાળક તથા માતાનો જીવ બચાવ્યો હતો. પાટણ જિલ્લામાં ૧૦૮ માં ફરજ બજાવતાં સ્ટાફની સરાહનીય કામગીરી જાેવા મળી રહી છે. અનવરપુર ગામની ગૃભવતી મહિલાની ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી. ત્યારબાદ સારવાર માટે રાધનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને બાળક બન્ને તંદુરસ્ત હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. જેને લઈ પ્રસૃતિ મહિલાના પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સની આરોગ્ય સેવાને બિરદાવી ફરજ બજાવતા ઈએમટી અને પાયલોટનો આભાર વ્યક્ત કર્યો હતો.


