નવસારી
બુલેટ ટ્રેન નવસારીમાંથી પસાર થનાર છે, જેના ટ્રેક બનવાની કામગીરી નસિલપોર ભટ્ટાઇ ગામ પાસે મહાકાય પ્રોજેક્ટ ધમધમી રહ્યો છે. જેની સાઈટ પરથી કેટલાક ગામના સ્થાનિક યુવાનોએ હાથફેરો કરતા પોલીસના હાથે ઝડપાયા છે. સરકારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી લોખડના સળિયા, સ્ટીલ પ્લેટ, સ્ટીલ પોપ પ્લેટ, કપ લોક, સ્ટીલ ચેનલના કુલ ૧૪ લાખ ૮૫ હજાર ૬૬૨ની કિંમતનો સામાન ચોરવા બદલ ૨ની ધરપકડ કરાઇ છે. નવસારી નસિલપોર ભટ્ટાઇ ગામે રહેતા મહમદ મુસા રાવત અને ઇમરાન શેખ નામના બે ઇસમોનીએ ચાલતા બુલેટ ટ્રેનની પ્રોજેક્ટ સાઈટમાં હાલમાં ગર્ડર અને પિલર મૂકવાની કામગીરી શરૂ છે. ત્યારે આ સાઈટ પર કિંમતી લોખડનો સામાન મૂકેલો હોય છે. ત્યારે આ સાઈટ મેનેજર અને અન્ય લોકોની નજર ચૂકવીને મસમોટાં વજનના લોખડનો સામાનની ચોરી થયાની જાણ મેનેજર આનંદપ્રતાપ સિં ના ધ્યાને આવતા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તપાસ કરતા સ્થાનિક કેટલાક લોકોની સંડોવાણી બહાર આવી હતી જે પૈકી પોલીસે ૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ૩ની શોધખોળ શરૂ છે. પોલીસે લોખડ સાથે ૨ વાહન પણ કબ્જે કર્યા છે અને વધુ મુદ્દામાલ કબ્જે કરવા સાથે અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તજવીજ હાથધરી છે. આ સમગ્ર પ્રકરણમાં લોખંડનો સામાન વેહેચાતો લેનાર ભગારના વેપારી સંડોવાયા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ થશે.
