વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ હેલ્પ લાઇનનો સંપર્ક કરીને મહિલાની મદદે જાવા અપીલ કરી હતી. અજાણી મહિલા પારડી રેલવે ફાટકની બાજુમાં આવીને બેઠા છે અને કશું બોલતા નથી તેને મદદની જરૂર છે. જેથી વલસાડ ટીમ તરત જ સ્થળ પર પહોંચીને મહિલાને પ્રોત્સાહન આપી અને કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલા છોટાઉદેપુર જિલ્લાના વતની છે. તેની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમના પરિવારના સભ્ય તેમને બહાર મજૂરી કામ કરવા જવા દેતા ન હોવાના કારણે તેઓ ઘરેથી કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઇ હતી મહિલાની બહેન વલસાડ જિલ્લામાં મજૂરીકામ અર્થે આવેલી જ્યાં તેઓ વલસાડ રેલવે સ્ટેશન પર ઉતરવાનું ચૂકી ગયેલી અને ત્રણ દિવસથી અલગ-અલગ રેલવે સ્ટેશન પર ગભરાયેલી હાલતમાં ફરતા હતી. જ્યારે અહીં જાગૃત નાગરિકે તેમને જાેતાં ૧૮૧ ટીમને જાણ કરી જેથી મહિલા સાથે વાતચીત કરતા તેની પાસેથી તેના પરિવારનો કોન્ટેક્ટ થતા તેના બહેન વલસાડ જિલ્લામાં મજૂરી કરતા હોવાની જાણ થતાં મહિલાની તેમની બહેનને સોંપવામાં આવી હતી. ગભરાયેલી મહિલાએ પણ તેની બહેન સાથે મેળાપ થવાથી ૧૮૧ તેમનો આભાર માન્યો હતો. બન્ને પક્ષનું કાઉન્સિલિંગ કરી મહિલાને યોગ્ય સારવાર આપવા અને વધુ ધ્યાન રાખવા માટે માહિતી આપી હતી.વલસાડ જિલ્લાના પારડી રેલવે ફાટક પાસે એક અસ્થિર મગજની મહિલા ગભરાયેલી બેસી રહી હતી. મહિલાની સુરક્ષા માટે એક જાગૃત નાગરિકે ૧૮૧ની ટીમની મદદ મેળવી હતી. અભયમની ટીમે અસ્થિર મગજની મહિલાનું કાઉન્સિલિંગ કરીને છોટાઉદેપુર ખાતે રહેતા મહિલાના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ મુશ્કેલીના સમયે લાભ લઇ શકે તે માટે ૧૮૧ અભયમ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા રેલવે સ્ટેશન વિસ્તારમાં ભૂલા પડી ગયા હોવાની જાણ થતા જાગૃત નાગરિકે ૧૮૧ ટીમને જાણ કરતા તેનો કાઉન્સિલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.


