Gujarat

૧૯ વર્ષ પહેલાનું બાળકોએ ડેડીયાપાડામાં નરેન્દ્ર મોદીનું વચન પાળ્યું

નર્મદા
વર્ષ-૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. એ વખતે પહેલી વખત ડેડીયાપાડાના સાતપુડાના ડુંગરાળ વિસ્તારમાં ટ્રાઇબલ ગર્લ્સ ડ્રોપ આઉટનો રેશિયો વધારે હોવાથી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ રાખ્યો હતો. ત્યારે મોદી કહ્યું કે “હું તમારા ગામમાં ભિક્ષા માંગવા આવ્યો છું, ભિક્ષામાં તમે મને વચન આપો કે, તમે તમારી દીકરીને ભણાવશો.” નરેન્દ્ર મોદીએ ૧૯ વર્ષ પહેલાં જે બાળકોને આંગળી પકડી લઇ ગયા હતા એ આજે પીપલોદ ગામની આદિવાસી દીકરી પ્રતિષ્ઠિત બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. જયારે આજ ગામનો બીજાે દીકરોએ સરકારી વિભાગમાં ભરૂચ જિલ્લામાં થવા ગામે પીએચસીસીમાં લેબ ટેકનિશિયન માટે ટૂંક સમયમાં ઓર્ડર એનાયત થશે. બંને આદિવાસી સંતાનોએ હાલમાં પીએમ મોદીને મળવાનો અવસર મળ્યો હતો. ૧૯મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ અડાલજ ખાતે પીએમ મોદીના સમારોહમાં કેટલીક નવી પેઢીના બાળકોને મળવાનું થયું. જેમાં વિશેષતાએ હતી કે, ડેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામના સ્વમાનભેર નોકરી કરતા આદિવાસી દીકરા/દીકરીને મળ્યા. ૧૯ વર્ષના ભુતકાળનો નરેન્દ્ર મોદી અને ડેડીયાપાડા તાલુકાનો નાતો અતુટ હતો. પીએમને મળેલા બંને સંતાનોને શૈક્ષણિકસ્તરે જીવનમાં ઉતાર-ચઢાવ જાેવા મળ્યા હતાં. પીએમ મોદીને મળેલી પીપલોદની ૨૪ વર્ષીય દીકરી ક્રિષ્ના.એન. વસાવા આજે કોટક મહિન્દ્રા બેન્કમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. ક્રિષ્ના વસાવાએ ક,ખ,ગની પાઠશાળામાં અભ્યાસ કરતી હતી. ક્રિષ્ના ધો-૯માં અભ્યાસ કરતી વખતે પિતાજી ૨૦૧૧ના વર્ષમાં મોત નીપજતા દુઃખનો આભ તૂટી પડ્યું. છતાં શિક્ષણ બાબતે હિંમત હારી ન હતી. ત્યારબાદ ૨૦૧૭માં તેણીની માતાનું મોત થતા માતૃત્વનો ખાલીપો ઉભો થયો. ક્રિષ્ના વસાવા ભણવામાં હોંશિયાર હોવાથી મોટાભાઈએ પણ કાળી મજુરી કરીને પૈસા મેળવી અને શિષ્યવૃત્તિથી પોતાની બહેનને એમ.કોમ સુધીનો અભ્યાસ કરાવી અને આજે ક્રિષ્ના કોટક મહિન્દ્રા બેંકમાં કલાર્ક તરીકે કામ કરે છે. હજુ પણ આગળ વધવાની તમન્ના છે. આજ ગામનો કમલેશ.આઈ. વસાવા ગરીબાઈમાં જ નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન પીપલોદમાં આવ્યા ત્યારે અભ્યાસ કરતો હતો. અભ્યાસમાં હોંશિયાર હોવાથી તેમની ધગશથી (માઈકો બાયોલોજી)/એમએલટી)નો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂરો કરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ નોકરી કરી હતી. જાે કે હાલમાં તેને ભરૂચ જિલ્લામાં થવા ગામે પીએચસીમાં સરકારી રાહે લેબ ટેકનિશિયન તરીકે આગામી તા-૨૯મી ઓક્ટોબરે ઓર્ડર એનાયત થશે. હાલમાં પીએમ મોદીને ક્રિષ્ના વસાવાએ ૧૯ વર્ષ પહેલાના વહાણા યાદ કરીને પોતાના ગામમાં પ્રવેશોત્સવનો ફોટો બતાવ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીએ ક્રિષ્ના વસાવાના માથા પર હાથ ફેરવીને કહ્યું કે“સરસ બેટા,હજુ ફોટો સાચવી રાખ્યો છે.” જાે કે પીએમ મોદીએ જૂની યાદો સ્મરણ કરીને અડાલજની સભામાં વાગોળ્યા હતા.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *