Gujarat

૧ વર્ષમાં મહેસાણામાં કૂતરા કરડવાના ૧૦ હજાર કેસો નોંધાયા

મહેસાણ
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં માર્ચ ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં કૂતરા કરડવાના કુલ ૧૦ હજાર ૩૬૧ કેસ નોંધાયા છે. એ તમામ દર્દીઓને હડકવા વિરોધી રસીના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં કૂતરા કરડવાના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇ ૧૭૯૪ વાયલ ઇન્જેક્શન ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. નવો સ્ટોક વિભાગીય નાયબ નિયામક કચેરી ખાતે ઉપલબ્ધ હોઈ કચેરી દ્વારા હોસ્પિટલની જરૂરિયાત મુજબ મંગાવવામાં આવે છે. નગરપાલિકા દ્વારા પણ કૂતરાના ખસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં નવી ગાઈડલાઈન મુજબ કૂતરાઓને ચિપિયાથી પકડી શકતા નથી તેમજ જંગલમાં છોડી શકાતા નથી. પરંતુ શહેરમાં કૂતરાઓની સમસ્યાના કારણે અને બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ખસીકરણના ટેન્ડર બહાર પાડવાનો ર્નિણય કરાયો છે.મહેસાણા જિલ્લામાં કૂતરાઓના કરડવાની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જેમાં મહેસાણા સિવિલમાં છેલ્લા એક વર્ષમાં કૂતરા કરડવાના ૧૦ હજાર ૩૬૧ કેસો નોંધાયા હોવાની વિગતો મળી છે. જેથી મહેસાણા પાલિકાના સત્તાધીશોએ હવે કૂતરાઓનું ખસીકરણ કરવાનો ર્નિણય કર્યો છે અને તેના માટે મહેસાણા ચીફ ઓફિસરે સેનેટરી વિભાગને કૂતરાઓ પકડી પાલિકા કહે ત્યાં છોડી દેવાનું થતાં ખસીકરણ ટેન્ડર બહાર પાડવા આદેશ કર્યો છે.

Mehsana-Civil.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *