Gujarat

૧.૮૦લાખના કેબલના મુદ્દામાલ સાથે ૫ ચોરોને પકડી પાડતી સામખિયાળી પોલીસ

ગાંધીધામ
ગાંધીધામના સામખિયાળી પોલીસે રેઢી મુકેલી બોલેરોમાંથી ચોરાઉ કેબલ ઝડપ્યા બાદ વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીને અંજામ આપનાર વરનોરાના ૫ ઇસમોને પોલીસે પોકેટ કોપ સોફ્ટવેરની મદદથી પકડી લીધા હતા. તા.૧૪/૨ ના રોજ સામખીયાળી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન કેબલ ભરીને જઇ રહેલી બોલેરો ગાડી શંકાસ્પદ લાગતા રોકવા ઇશારો કર્યો છતાં ન રોકાતાં પીછો કરાયો હતો જેમાં પોલીસના ડરથી લખપત પાસે બોલેરો રેઢી મુકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મુદ્દામાલ ઝડપ્યા બાદ બીજા દિવસે વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે આધોઇની વાડીમાં આવેલા સ્ટોર રૂમમાંથી રૂ.૧.૮૦ લાખનો કેબલ ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ સામખિયાળી પોલીસે કેબલ સાથે જપ્ત કરેલી બોલેરોના નંબર .પરથી પોકેટ કોપ સોફ્ટવેરની મદદથી આ કેબલ ચોરી કરનાર વરનોરાના નવાબ યુસુફ ગગડા, આસિફ કાસમ મોખા, મજીદ અદ્રેમાન મમણ, સુલેમાન સુમાર મેર અને હમજા ઉમર અબડાને પકડી લઇ વધુ પુછપરછ હાથ ધરાઇ હોવાનું સામખિયાળી પીએસઆઇ એન.કે.ચૌધરીએ જણાવ્યું હતું.

1.80-lakh-cable-thief-5-jabbe.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *