Gujarat

૨૨ – ૦૨ – ૨૦૨૨ના રોજ ૫૦ થી વધુ રીજીઓનલ રાઈટરના ૫૦ થી વધુ પુસ્તક વિમોચનનો રેકોર્ડ કાર્યક્રમ સુરત ખાતે( ઓનલાઈન) યોજાશે…

વાંસદાની દિકરી લેખિકા ચૈતાલી વાલજીભાઈ પ્રજાપતિ ના પ્રથમ પુસ્તક (મારો આઇનો મારી નજરે) નો પણ સમાવેશ થતો હોય વાંસદા નગર અને તાલુકાનું ગૌરવ…
નેક્ષસ સ્ટોરીઝ  પબ્લીકેશન.સુરત અને સંકલ્પ સાહિત્ય સમૂહ(કચ્છ અંજાર) દ્વારા સંયુક્ત સુરત ખાતે  સ્વતંત્રતાનાં અમૃતપર્વ વર્ષમાં ભારતીય સાહિત્યને વૈશ્વિક સ્તરે પહોંચાડી એક ઐતિહાસિક શરૂઆત કરી વિક્રમ સ્થાપિત કરવાનાં એક દ્રઢ સંકલ્પ માટે કાર્ય કરી રહ્યું છે.
આ સંકલ્પ કાર્યક્રમનો હેતુ માત્ર રેકોર્ડ સ્થાપિત કરવાનો નથી પરંતુ નવોદિત લેખકો અને લોકપ્રિય લેખકો વચ્ચે એકસૂત્રતા બંધાય તથા બંને એક બીજાનાં પૂરક બની નૂતન સાહિત્ય સર્જન કરે જેથી અમારો આ પ્રયત્ન સાહિત્ય ક્ષેત્રનો સીમાચિહ્ન (માઇલસ્ટોન) બને.
આ સંકલ્પ કાર્યક્રમ દ્વારા અમો તારીખ ૨૨-૨-૨૦૨૨નાં એક સાથે ૫૦ થી વધુ પુસ્તકોનું વિમોચન કરી.

ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ અને એશિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
નેક્ષસ સ્ટોરીઝ પબ્લીકેશન (સુરત, ગુજરાત) તથા સંકલ્પ ગ્રુપ (અંજાર, કચ્છ) તરફથી કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ૫૦ થી વધુ લેખક/લેખીકોનો સમાવેશ થયેલ છે. જેમાં ૧૦ વર્ષના રાઈટરથી લઈને ૭૦થી વધુ ઉંમરના લેખકોના પુસ્તકોનું વિમોચન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષાના પુસ્તકો ભાગરૂપ છે. આ પુસ્તકો અલગ અલગ વિષય આધારિત છે તે પણ એક નોંધનીય બાબત છે. જેમકે બાળકો, વિજ્ઞાન, કવિતા, ગઝલ, હાઇકુ, લઘુનવલ, નવલિકા, આરોગ્ય, શિક્ષણ વગેરેને લગતા પુસ્તકો છે. સાહિત્યકારોને સાથે લઈ પુસ્તક વિમોચનના કાર્યક્રમનું ભવ્ય આયોજન થયેલું છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન રાખવામાં આવેલો છે. બાળસાહિત્યકારથી લઈને વરિષ્ઠ સાહિત્યકારોના પુસ્તક આ કાર્યક્રમનો ભાગ બનવા જઈ રહ્યા છીએ. એક સાથે એક જ દિવસે સૌથી વધુ પુસ્તકના વિમોચનનો રેકોર્ડ (ઇન્ડિયા અને એશિયા બુક ઑફ રેકોર્ડ) બનવા જઈ રહ્યો છે.જેમા વાંસદાની દિકરી લેખિકા ચૈતાલી વાલજીભાઈ પ્રજાપતિના પુસ્તક મારો આઈનો મારી નજરે…! નો પણ સમાવેશ થયેલ છે.  આપ સૌ સાહિત્યરસીકોને આ ઓનલાઈન કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ છે. ફેસબુક, યુ –ટ્યુબ અને ઝૂમ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. ઝૂમ કાર્યક્રમની લીંક નેક્ષસ ના ફેસબુક પરથી મળી રહેશે. આપ સૌ મિત્રોને જોડવા હાર્દિક આમંત્રણ છે. આભાર.
ઉમંગરાવલ સાબરકાંઠા 635393373

01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *