જૂનાગઢ
જૂનાગઢ પોલીસ ને મળી ચ્જે મોટી સફળતા, ઝડપાયેલ વ્યક્તિ અગાઉ બે વખત હત્યાના ગુના આચરી ચુક્યો છે, પોલીસે તેને પકડ્યો ત્યારે તે મેફેડ્રોન નામનું ડ્રગ્ઝ તેની પાસે થી મળી આવ્યું હતું. પકડાયેલા શખ્સ પાસેથી રૂ. ૫.૫૦ લાખનું ડ્રગ્સ પકડાયું હતું. જૂનાગઢમાં ધરારનગરના હનુમાન ચોક નજીક રામાપીરવાળી ગલીમાં રહેતો સાગર ઉર્ફે સાગરો પ્રવિણભાઇ રાઠોડ (ઉ. ૩૨) નામનો શખ્સ તા. ૩૧ મે ૨૦૨૨ ના રોજ ડ્રગ્સ સાથે શહેરમાં પ્રવેશવાનો હોવાની બાતમી એલસીબીને મળી હતી. આથી એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટીએ પીએસઆઇ બડવા અને સ્ટાફને મજેવડી ગેઇટ પાસે વોચમાં ગોઠવી દીધો હતો. અને મજેવડી ગેઇટથી સીવીલ હોસ્પિટલ જવાના રસ્તે બાઇક પર પસાર થતા સાગરને રોકી તેની તલાશી લેતાં તેની પાસેથી રૂ. ૫.૫૦ લાખની કિંમતનું ૫૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્ઝ મળી આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી હતી. પકડાયેલો શખ્સ અગાઉ હત્યાના ૨ સહિત કુલ ૧૦ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
