ધરમપુર
ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારના એક ગામની ધોરણ-૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરા ગત તા.૦૪/૦૨/૨૦૨૨ના રોજ ઘરેથી સવારે આશરે સાડા નવ વાગ્યાના સુમારે દફતર લઈ ગામની હાઈસ્કૂલમાં જવા નીકળી ગયા બાદ સાંજે હાઇસ્કૂલમાંથી પરત ઘરે નહીં આવી હતી. જેથી પરીવારે રાતના ગામ તથા આજુબાજુમાં કરેલી શોધખોળ છતાં તેણી નહીં મળી હતી. તેમજ બીજા દિવસે પણ શોધખોળ કરી હોવા છતાં સગીરા નહીં મળી હતી. તા.૦૬/૦૨/૨૦૨૨ના રોજ પરીવાર તેણીની શોધખોળ કરી પરત આવતી વખતે સગીરાના પિતાને તેમના અન્ય ગામમાં રહેતા સાળાએ ફોન કરી જણાવ્યું હતું કે સગીરા તેમના ગામમાં આવેલા ડુંગર ઉપર કાજુના ઝાડની નીચે ગળામાં ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં જમીન ઉપર પડેલી છે. જેથી તેઓ ડુંગર ખાતે પહોચ્યાં હતા. જ્યા સગીરા ફાંસો ખાધેલી હાલતમાં જમીન પર પડેલી હતી. પિતાએ તેમની છોકરીએ કોઈ અગમ્ય કારણસર એક ગામના ડુંગર પર કાજુના ઝાડની નીચે ગળામાં ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી મરણ ગયેલી હોય ધોરણસર તપાસ માટે ધરમપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે એડી નોંધી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.