Gujarat

૪૨ લાખથી વધુની કિંમતના કેમેરાની કરાઈ હતી ખરીદી……

વંથલી શહેરમાં લગાવેલ નગરપાલિકાના સી.સી.ટી.વી કેમેરા શોભાના ગાંઠીયા સમાન….
કુલ ૫૦ કેમેરા માંથી હાલ ૩ કેમેરા ચાલુ….૪૭ બંધ હાલતમાં …….
વંથલી
    વંથલી નગરપાલિકા અવર-નવાર વિવાદના વંટોળમાં સંકળાયેલી રહેતી હોય છે.૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના ૨૦ સદસ્યો અને ભાજપપક્ષના ૪ સદસ્યો વિજેતા બન્યા હતી.કોંગ્રેસપક્ષ ૨૦ સદસ્યો સાથે સતાં આવ્યું હતું.કોંગ્રેસ પક્ષના અઢી વર્ષના શાસન બાદ પ્રમુખ પદ માટે ફરી ચૂંટણી યોજાઈ હતી.
તે દરમીયાન કોંગ્રેસપક્ષના ૧૦ સદસ્યોના ટેકેથી ભાજપ પક્ષ સાશનમાં આવ્યું હતું.બાદમાં ૧ વર્ષના શાસનબાદ હાલ ફરી કોંગ્રેસ સતામાં આવ્યું છે.આમ ૫ વર્ષના સાશન માં ૩ વખત સતા પરીવર્તનન જોવાનો વંથલીની જનતાનો વારો આવ્યો છે.ભાજપ શાસનમાં હતું. તે દરમિયાન સ્વભંડોળમાંથી ૮ લાખ  ૫૩ હજાર ૫૭૦ રૂપિયા જેવી માતબર રકમની ૨૦ સી.સી.ટી.વી કેમેરાની ખરીદી કરવામાં આવી હતી.તે કેમેરાની કામગીરી ૧ વર્ષના મેન્ટન્સ સાથે આર.આર. સિક્યુરિટી જૂનાગઢને આપવામાં આવેલ હતી.એક વર્ષ દરમિયાન અનેક વખત કેમેરા બંધ જોવા મળ્યા હતા.બાદમાં ૧૪માં નાણાપંચ માંથી પણ ૩૩ લાખ ૭૧ હજાર રૂપિયા જેવી રકમ થી વાઇફાઇ સાથે ૩૦ કેમેરા ની ખરીદી કરવામાં આવી હતી.તે પણ એક વર્ષના મેન્ટેન્સ સાથે
પૂલીક્ષ એન્ટરપ્રાઇઝ ગાંધીનગરને કામગીરી આપેલ હતી.પરંતુ વંથલી શહેરના લગાવેલા ૫૦ કેમેરા માંથી હાલ ૩ કેમેરા જ ચાલુ છે.બાકીના તમામ કેમેરા શોભાના ગાંઠીયા સમાન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. કેમેરા એ સામાન્ય લોકોની ત્રીજી આંખ માનવામાં આવે છે.કેમેરા ચાલુ હોય તો અનેક ગુન્હાઓ બનતા અટકતા હોય છે.પોલીસને ગુન્હાઓ ડીટેકટ કરવામાં પણ શહેર ના સી.સી.ટી.વી કેમેરા ખુબ મહત્વનો ભાગ ભજવે છે.પરંતુ તમામ કેમેરા બંધ હાલતમાં હોવાથી ગ્રામજનોમાં અને વેપારીઓને ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેમજ ગામ લોકોના ટેકસના પૈસાનો ખોટો દુરુપયોગ થયો હોય તેવું લાગી રહ્યું છે.આ બાબતે હાલ તો વંથલી શહેરના લોકોમાં અને વેપારીઓમાં ફિટકારની લાગણી વરસી રહી છે.વધુમાં શાસક પક્ષના નેતા સિરાજ વાજા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે  ગત જનરલ બોર્ડમાં ઠરાવ પણ કરેલ છે.કે આવનાર દિવસોમાં થયેલા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ ,પદાધિકારીઓ અને એજન્સીઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220606_155104.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *