વલસાડ
ગુજરાત રાજ્યની આવનારી વિધાન સભાની ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ૫ વિધાનસભા પૈકી ૪ રાજ્યોમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય મળતા ભાજપના મતદારોમાં ભરોસો અકબંધ હોવાનું રાજનીતિશાસ્ત્રી માની રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં ભાજપ આ ઉજવણી કરી રહ્યું છે જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ આવેલા કમલમ કાર્યાલય ખાતે આ જીતને વધાવી લેવામાં આવી હતી. વલસાડ જિલ્લા ભાજપના પ્રભારી સહિત સંગઠનના હોદ્દેદારો મહામંત્રી અને પાલિકાના નગરસેવકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એકબીજાને મોઢું મીઠું કરાવી ૫ રાજ્યો પૈકી ૪ રાજ્યોમાં જીતને વધાવી હતી.સમગ્ર દેશમાં ૫ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૪ રાજ્યોમાં ભાજપને સત્તા હાંસલ કરવામાં સફળતા મળી છે. જેમાં સૌથી મોટી સફળતા ઉત્તરપ્રદેશમાં મળી છે. આ જીત માટે વલસાડ જિલ્લાના બીજેપીના કાર્યકરો કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવા એકત્રિત થયા હતા. વલસાડ જિલ્લાના પ્રભારી સહિત સંગઠનના હોદ્દેદારોએ હાજર રહીને ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઇ ખવડાવીને આ ભવ્ય જીતને વધાવી લીધી હતી.


