Gujarat

૪.૬૮ લાખના વિદેશી દારૂ સાથે એક ઈસ્મની ધરપકડ કરાઈ

દાહોદ
નવાનગર ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી હતી. આ સમયે બાતમીમાં દર્શાવેલી એક બોલેરો ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બોલેરો ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી તેની તલાસી લીધી હતી. તેમાંથી પોલીસે વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૪૪૬૫ કિંમત રૂા. ૪,૬૮,૭૨૦ તથા બોલેરો ગાડીની કિંમત તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૭,૬૯,૨૨૦ના મુદ્દામાલ સાથે બોલેરો ગાડીના ચાલક રતનસિંહ ગાજીસિંહ રાવત (રાજપુત) (રહે. છરછોડા, વેડ ફળિયુ, તા. ગરબાડા, જિ.દાહોદ) ની અટકાયત કરી હતી. પોલીસે ગાડીના ચાલકની સઘન પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો કેશન ઉર્ફે કીશન ભાભોર, જેસન નગજીભાઈ ભાભોર (બંન્ને રહે. છરછોડા, વેડ ફળિયુ, તા.ગરબાડા, જિ.દાહોદ), દશરથ મનીયાભાઈ રાઠોડ (પટેલીયા) (રહે. કાકડબારી, સેજાવાડા), પ્રવિણ રમેશભાઈ વાખળા (રહે. માલપુર, સેજાવાડા), નીલેશ ઉર્ફે છોટુ રાયસીંગભાઈ રાઠોડ (રહે. સેજાવાડા, કાજુભાઈ સોનેસીંગ વસુનીયા (રહે. સામલાકુંડ, મોરી ફળિયા, તમામ તા. ભાભરા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને સુરેશ ઉર્ફે બલીયો રતનસિંહ કોળી પટેલ (રહે. અસાયડી, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) ની મદદથી દારૂની હેરાફેરી કરતો હોવાની કબુલાત કરતાં ધાનપુર પોલીસે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદના ધાનપુરના નવાનગર ગામેથી પોલીસે બોલેરો ગાડીમાંથી ૪ લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે નાકાબંધી દરમિયાન બોલેરોમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૪,૬૮,૭૨૦ના જથ્થો તેમજ બોલેરો ગાડી વગેરે મળી કુલ રૂા. ૭,૬૯,૨૨૦ના જથ્થા સાથે ગાડીના ચાલકને ઝડપી પાડી અન્ય ૭ જેટલા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

One-was-speeding-with-a-quantity-of-4.68-lakh-liquor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *