રાજકોટ
રાજકોટમાં બાળકોને વેક્સિન આપવા સરકાર દ્વારા સરકારી, ખાનગી, અર્ધસરકારી શાળા તથા આઇટીઆઇમાં કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે. વધુને વધુ બાળકોને વેક્સિન મળી રહે તે માટે તંત્ર દ્વારા તૈયારી પુરજાેશમાં કરવામાં આવી છે. સવારે જુદી-જુદી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ૧૫થી ૧૮ વર્ષના તરૂણોને કોવેક્સીનના પ્રથમ ડોઝ અપાયા છે. કોરોના સામેની નવી લડાઈ મજબૂત કરવા માટેના આ રસીકરણથી તરૂણો પણ સુરક્ષિત બનશે. આમ તો તરૂણ વર્ગ કે બાળકોમાં હજુ કોરોનાની ગંભીર અસરો નથી. છતા સરકારે સૌને રસીથી સુરક્ષિત કરવાનું આયોજન કરતા આજે પ્રથમ ડોઝ લેતા તરૂણ અને તરૂણીઓ નજરે પડે છે. જે સાથે નોંધણી ટેબલ પર સ્કૂલના છાત્રોની લાઈન પણ જાેવા મળે છે. પ્રથમ ડોઝ લીધા બાદ વેક્સીનેશન સર્ટીફીકેટ સાથે ઉત્સાહી તરૂણો જાેવા મળે છે. આ સાથે કોરોના સામે લડવાનો જુસ્સો પણ જાેવા મળ્યો હતો. નિષ્ણાંતોના મત મુજબ રસી લીધા પછી બાળકોને તાવ, રસી લાગેલી છે તે હાથમાં દુખાવો અથવા સોજાે આવવો સામાન્ય બાબત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં ઉતરી જાય છે. આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. રસીકરણ પછી આ બધા લક્ષણો સામાન્ય છે. આવું ઘણા લોકોને થાય છે. જાે કે, બાળકમાં એલર્જીના ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે અને સતત ઉંચો તાવ રહે છે અથવા ચક્કર આવી રહ્યા હોય, તો આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે પણ બાળકને રસી આપવામાં આવે ત્યારે ઓછામાં ઓછો અડધો કલાક રસીકરણ કેન્દ્રમાં જ રહો.રાજકોટમાં આજથી ૧૫થી ૧૮ વર્ષનાં કિશોરોનું રસીકરણ શરૂ થયું છે. શહેરની ૭૧ શાળાઓમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં વેક્સિનેશનને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે મનપાના સત્તાધીશોની શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. અને રસીકરણ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મીડિયાને જણાવ્યું હતું કે,શહેરની ૭૧ શાળાઓમાં ૧૫થી ૧૮ વર્ષના ૮૧ હજાર બાળકો નોંધાયા છે. માટે કાલથી ૧૦૦ ટીમ દ્વારા વેક્સિનેશન થશે અને ૬ દિવસમાં ૧૦૦% વેક્સિનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે.