ચૂંટણી અધિકારીશ્રી ૭૭-જામનગર ગ્રામ્ય અને પ્રાંત અધિકારીશ્રી ગ્રામ્ય દ્વારા જણાવાયુ છે કે, જામનગર(ગ્રામ્ય) તાલુકાના ચૂંટણી ફરજમાં નિમણૂક પામેલા તમામ કર્મચારીઓને જામનગર જિલ્લાના ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તાર તથા ૮૦-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં ફરજમાં રોકાયેલ કર્મીઓને જામનગર ખાતેથી સંબંધિત વિધાનસભાના મુખ્ય મથકે(ધ્રોલ/લાલપુર) જવા માટે શ્રી ઓસવાળ વિદ્યાલય, ઇન્દિરા માર્ગ, સાત રસ્તા પાસે, જામનગરથી તા.૩૦/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૭-૦૦ કલાકે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પોતાના વાહનમાં જવા ઈચ્છતા કર્મચારીશ્રીઓ સંબંધિત વિધાનસભાના મુખ્ય મથકે નિયત થયેલા સમયે જઈ શકશે. જેની તમામ કર્મચારી ભાઈઓ તથા બહેનોએ નોંધ લેવી.
