Gujarat

૭૮-જામનગર ઉતર વિધાનસભાના ચૂંટણી ફરજ અર્થે અન્ય વિધાનસભા મત વિસ્તારમાં રોકાયેલ કર્મીઓ માટે વાહન વ્યવસ્થા

ચૂંટણી અધિકારીશ્રી ૭૮-જામનગર ઉતર અને શહેર પ્રાંત અધિકારીશ્રી દ્વારા જણાવાયુ છે કે, ૭૮-જામનગર ઉતર વિધાનસભામાંથી ચૂંટણી ફરજમાં નિમણૂક પામેલા તમામ કર્મચારીઓને જામનગર જિલ્લાની વિધાનસભા ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તારનાં મુખ્ય મથક ધ્રોલ ખાતે અને ૮૦-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારનાં મુખ્ય મથક લાલપુર ખાતે જવા માટે શ્રી ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ જામનગરથી તા.૩૦/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૬-૦૦ કલાકે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પોતાના વાહનમાં જવા ઈચ્છતા કર્મચારીશ્રીઓ સંબંધિત વિધાનસભાના મુખ્ય મથકે નિયત થયેલા સમયે જઈ શકશે. જેની તમામ કર્મચારી ભાઈઓ તથા બહેનોએ નોંધ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *