Gujarat

138 પાવીજેતપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે જયંતિ રાઠવા નું નામ જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠક પૈકી પાવી જેતપુર વિધાનસભાની બેઠક માટે ભાજપ દ્વારા જેન્તીભાઈ રાઠવા નું નામ જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી જેન્તીભાઈ રાઠવા ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ખૂબ ઓછા મતોથી વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા
 ત્યારે પાર્ટી એ ફરી વિશ્વાસ મૂકીને ગત રાત્રે પાવીજેતપુર વિધાનસભાની બેઠક માટે જયંતીભાઈ રાઠવા નું નામ જાહેર કરતા ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી પાવીજેતપુર કવાટ જેવા આદિવાસી વિસ્તારમાં જયંતીભાઈ રાઠવા ની સામે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સામે ચૂંટણી લડશે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની મહત્વ એવી બેઠક પાવીજેતપુર બેઠક પર કોણ બાજી મારી જાય છે તે તો ચૂંટણીના પરિણામ નક્કી કરશે પણ હાલમાં તો પાવીજેતપુર બેઠક પર જયંતિ રાઠવા ને ટિકિટ મળતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221115-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *