ટી.ડી.ઓ.,નાયબ ટી.ડી.ઓ.,સરપંચ,તલાટી હાજરી અને DYSP, PI, PSI સહીતના મસમોટા પોલીસ કાફલા સાથે ગૌચરની જમીન ઉપરના દબાણ હટાવવાની કામગીરી કરાઈ
બોટાદ જીલ્લાના રાણપુરમાં માલધારી સમાજ દ્વારા ગૌચર ની જમીન ખાલી કરાવા બાબતે થોડા સમય પહેલા રેલી કાઢી મામલતદાર તેમજ ટી.ડી.ઓ.ને દબાણ હટાવવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેને લઈ આજરોજ રાણપુરમાં ગૌચર ઉપરના દબાણ ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.1500 થી 2000 વીઘા જમીન પરના ગૌચરના દબાણો દુર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી.રાણપુરમાં ગૌચર ના દબાણો દુર કરવામાં આવતા દબાણ કર્તાઓના બાળકો અને પરીવારજનો રડતા જોવા મળ્યા હતા.આ દબાણ દુર કરવા સમયે ટી.ડી.ઓ.,નાયબ ટી.ડી.ઓ.,મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,તલાટી જીતુભાઈ ચાવડા તથા મેવાડા સહીતના અધિકારીઓની હાજરી માં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં બોટાદ જીલ્લા નો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.જેમાં બોટાદ DYSP ,PI, PSI સહીત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.દબાણ કર્તાઓના ખેતરો માં ઉભા પાક ઉપર જે.સી.બી. અને લોડર ફેરવી દેવાયા હતા.જયારે ઉભા પાક ને નેસ્ત નાબુદ કરવામાં આવતા એક મહીલા બેભાન થતા પરીવારજનો માં દોડધામ મચી ગઈ હતી.રાણપુર ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાના અધિકારીઓની હાજરી માં અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગૌચર ના દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી..
*બોક્સ બનાવવુ_______
*
*અધિકારીઓના આદેશથી ગૌચરના દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે:-ગોસુભા પરમાર(સરપંચઃગ્રા.પં.રાણપુર)
આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમારે જણાવ્યુ હતુ કે રાણપુર માલધારી સમાજના રામાભાઈ વજેકરણભાઈ ગાંગડીયા એ 15-20 વર્ષથી ગૌચર દબાણ દુર કરવાની ઝુંબેશ ચલાવી હતી જેને લઈ અધિકારીઓના આદેશ થી અમે આજથી ગૌચરના દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે…
*બોક્સ બનાવવુ______
*
*અમારી પાસે બીજી કોઈ જમીન કે જગ્યા નથી અમે ક્યા જવી:-મફાભાઈ દેવીપુજક,રાણપુર
આ બાબતે મફાભાઈ માલુભાઈ દેવીપુજકે જણાવ્યુ હતુ કે વર્ષોથી આ જગ્યા ઉપર રહી છી રાણપુર અહીયાથી 4 કીલોમીટર દુર થાય છે અમે 70 વર્ષથી રહી છી અમારા બાપ-દાદા અહીયા રહીને મરી ગયા અમારી પાસે બીજી કોઈ જમીન નથી આ જમીન ઉપર અમે આશરે 400 જેટલા દેવીપુજક રહી અમારૂ જીવન ચલાવી છી.અમારી પાસે બીજુ કંઈ છે નહી અમારા ઉભા કપાહના પાક ઉપર લોડર ફેરવી દીધુ.અમારી પાસે બીજી કોઈ જમીન કે જગ્યા નથી અમે ક્યા જવી….
*બોક્સ બનાવવુ____
*
*ગૌચરના તમામ દબાણ નહી દુર થાય તો ઉપવાસ આંદોલન કરીશુ:-રામાભાઈ ગાંગડીયા,રાણપુર માલધારી સમાજ આગેવાન
આ બાબતે રાણપુર માલધારી સમાજના આગેવાન રામાભાઈ ગાંગડીયા એ જણાવ્યુ હતુ કે અમે હમણા કોર્ટ માં બે ફરીયાદ દાખલ કરી હતી જેમાં હાઈકોર્ટ માં અબોલ પશુઓના ન્યાય માટે જજમેન્ટ પણ આવી ગયેલ છે કે ગૌચરની 1500 થી 2000 વીઘા જમીન ઉપરના દબાણ કરેલ છે સરકારને થોડા દિવસ પહેલા આવેદનપત્ર આપી ગૌચરના દબાણ હટાવવાની રજુઆત કરતા આજે તંત્ર દ્વારા થોડુ-ઘણુ દબાણ અને બાવળની વાડ હટાવી છે.જો આગામી દિવસો માં આ તમામ દબાણ દુર કરવામાં નહી આવે તો અમે માલધારી સમાજ ઉપવાસ આંદોલન કરશુ અને કોર્ટ માં જશુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


