સ્વ પરેશભાઈ ચાવડા ના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો ..
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકા માં આવેલ ખોરાસા ગામના વતની અને અકાળે અવસાન પામેલ એ.એસ.આઇ સ્વ:પરેશભાઈ રામભાઈ ચાવડા ના જન્મદિવસ નિમિતે ગઈકાલે જુનાગઢ સિવિલ હોસ્પિટલ તથા એચ.ડી.એફ.સી બેંક કેશોદ અને સમસ્ત ગામ અને મિત્ર મંડળ દ્વારા તેમની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.કેમ્પમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને રક્તદાન કેમ્પમાં આજરોજ અંદાજીત 150 થી પણ વધુ લોકો દ્વારા કેમ્પમાં બ્લડડોનેટ કરવામાં આવેલ હતું.આ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા ગ્રામજનો અને મિત્રમંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.અને રક્તદાન કેમ્પ ને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


