ગિરગઢડા તા 21
ભરત ગંગદેવ…
ગૂજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતુ અને જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકા ના આંબળાશ લોકેશન ના ઉમરેઠી ગામ નો કેસ મળતા પશુ ચિકિત્સક ડો. જીજ્ઞેશ તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર સાગર ભાઈ કેસ મા જવા નીકળી ગયા ઉમરેઠી ગામ ના રહેવાસી કરશન ભાઈ દ્વારા કેશ નોંધવામાં આવ્યો હતો સ્થળ પર પોહોચી તપાસ કરતા જાણવા મળ્યું કે એક ગાય ને સિંગડા મા સડો છે અને તે પીડાય રહ્યુ છે વધુ તપાસ કરતા ગાય ને સિંગડાનુ ઓપરેશન કરવાની જરૂર પડે તેમ હતી જેથી પશુ ચકિત્સક ડો.વી. બી. વાજા અને ડો. જીજ્ઞેશ અને પાઇલોટ કમ ડ્રેસર સાગર ભાઈ અને આશિષ ભાઈ એમ 1962 ની ટીમ દ્વારા ગાય ના સિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તેમજ સરકાર દ્વારા ચાલતી મફત સર્વીસ હોય જેથી મફત ઓપરેશન તેમજ દવાઓ પણ મફત મા આપવામા આવી હતી તે થી ગાય ના માલિક કરશન ભાઈ એ ગાય નો જીવ બચાવવા બદલ પશુ ચિકત્સક નો આભાર વ્યકત કર્યો હતો. આમ 10 ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા સફળ ઓપરશન કરી ગાય નો જીવ બચાવવામાં આવ્યો હતો
આ તકે પશુ ચિકિસ્તક ડો. વી.બી.વાજા અને ડો. જીજ્ઞેશ તથા પાયલોટ કમ ડ્રેસર સાગર ભાઈ અને આશિષ ભાઈ દ્વારા સારી કામગીરી બદલ જીલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી ડો. જતીન સંચાણીયા તેમજ જીલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી અમાનતઅલી નકવી દ્વારા સારી કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં અનેક પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ 1962 એનિમલ હેલ્પ લાઇન નો ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી અબોલ પાશુઓ ના જીવ બચાવવા અનિષ રાચ્છ સોશીયલ એક્ટીવિસ્ટ દ્રારા અપીલ કરવામાં આવે છે.
Attachments area

