૧૮૧ છોટાઉદેપુર દ્વારા મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર પર લાવવામાં આવેલ હતી, સંખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાનુ કાઉન્સેલીગ કરતા તે કવાંટ તાલુકાના જામલી મુસત ગામના જણાયા હતા ત્યારબાદ જામલીના અરવિંદભાઈ રાઠવા સાથે સંપર્ક થતાં તેમણે મહિલા ના પિતા ને ઓડખું છુ તેવું જણાવ્યું હતું ત્યારબાદ વાયા વાયા કોન્ટેક્ટ થતાં અને વોટ્સએપ ગ્રૂપ મા શેર કરતા પરિવાર નો સંપર્ક થતાં મહિલા ના પીતા અને પતિ બન્ને આજે છોટાઉદેપુર સખી વન સ્ટોપ સેન્ટર પર લેવા માટે આવેલ હતા અને તેઓએ જણાવ્યું હતું કે ૧૫ દિવસથી ઘરેથી નિકડી ગયેલ હતા, જેથી આજે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાનુ ૧૫ દિવસ બાદ પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું અને અગાઉ પણ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા રાજ્યની બહાર તેમજ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ મહિલાનું પુનઃમિલન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


