છોટાઉદેપુર લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા 2022 નો પ્રારંભ નસવાડી એકલવ્ય એકેડમી નસવાડી ખાતે તાલુકા કક્ષાની કબડ્ડીની રમત રમાઈ હતી
ખેલ સ્પર્ધાનો પ્રારંભ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યો , જેમાં આજે કબડ્ડી રમત રમાઈ હતી આખા સાંસદીય મત વિસ્તારની અંદર દરેક તાલુકાની અંદર આજે દરેક તાલુકાના આગેવાનો ખેલાડીઓ વિવિધ રમતોની અંદર ભાગ લે છે જેમાં આજે નસવાડી તાલુકા કક્ષાનો ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યું
ત્યારે પ્રથમ નંબરે છોટી ઉંમર, દ્રિતીય નંબરે ભાખા તૃતીય નંબરે એકલવ્ય નસવાડી ની ટીમ આવતા તેઓને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી
ત્યારબાદ છોટાઉદેપુર સાંસદ દ્વારા સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી તેમજ સિનિયર કોચ દિનેશભાઇ ડુ. ભીલ ના જન્મદિવસ ની ઉજવણી કેક કાપી કરાઈ હતી ત્યારે રમતવીરો એ તેમજ દરેક હાજર મેદની એ જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી છોટાઉદેપુર જિલ્લા સિનિયર કોચ દિનેશભાઇ ડુ. ભીલ છોટાઉદેપુર જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી અનિલભાઈ શાહ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ લઘુમતી મોર્ચા જીલ્લા મહામંત્રી અક્કુ મેમણ લઘુમતી ઉપ પ્રમુખ ફિરોજખાન પઠાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


