આગામી 24 મી એપ્રિલના રોજ ગુજરાત ગૌણ સેવા સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ ની સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ 1 ની લેખિત પરીક્ષા યોજાનાર છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ 29 કેન્દ્ર ઉપર કુલ 10911 ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે ત્યારે પરીક્ષા કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના સંપૂર્ણ પારદર્શક નિષ્પક્ષ અને તટસ્થ રીતે લેવાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે , અને પરીક્ષા પૂર્વે તમામ પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડ માં CCTV કેમેરા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા અર્થે આજે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ,જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા ,જિલ્લાશિક્ષણાધિકારી સહિતનાઓએ પરીક્ષા કેન્દ્રોની મુલાકત લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


