જૂનાગઢમાં 49 વર્ષની ભૂલી પડેલી મહિલાને તેમના પરિવાર દ્વારા ૧૮૧ ટીમ દ્વારા કરવામાં આવ્યું મિલન
સાગર નિર્મળ
23/06/2022
જૂનાગઢ
.
જૂનાગઢ શહેરી વિસ્તારમાંથી એક મહિલા ભદ્ર સોસાયટી વિસ્તારમાં આવી રડી રહ્યા હોવાનું એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કરતા ૧૮૧ ની ટીમ lના ફરજ પરના કર્મચારી કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ કિરણબેન ગોંડલીયા અને પાઇલોટ ઘનશ્યામભાઈ સહિતની ટીમ સ્થળ પર દોડી ગયેલ અને મહિલાને મળીને સાંત્વના આપીને તેમનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓની માનસિક સ્થિતિ બરાબર જણાતી ના હોય અને તેમના ભાઈના ઘરે જવું છે પરંતુ ઘર મળતું ના હોય જેથી આમ તેમ ભટકી બધા ના ઘરે જઈ પૂછતાં હોય જેથી સોસાયટી માંથી 181 માં કોલ કરી જાણ કરેલ હોય અને વધુમાં મહિલાનું કાઉન્સેલીંગ કરી થોડી પરિવારની વિગત મળતાં પરિવારનો સંપર્ક કરેલ જાણવા મળેલ કે મહિલાની માનસિક સ્થિતિ સારી નથી જેમની સારવાર ચાલુ હોય અને ઘરેથી ખ્યાલ ના હોય તેવી રીતે સવાર ના નીકળી ગયેલ હોય જેથી તેમના પરિવાર પણ મહિલાને શોધતા હોય જેથી તેમના દીકરાનો સંપર્ક કરી તેમના દીકરાને સોંપેલ અને આમ ઘરેથી નીકળી ગયેલ મહિલાનું ફરી તેમના પરિવાર સાથે મિલન કરાવેલ. મહિલાના પરિવારે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યકત કર્યો હતો.


