5 મી સપ્ટેમ્બર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મ જયંતિ નિમિતે છોટાઉદેપુર જિલ્લા માં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2022 કાર્યક્રમ, શિક્ષણ વિભાગ અંતર્ગત સભારંભ ના અધ્યક્ષ નિમિષાબેન સુથાર સાથે છોટા ઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રીના વરદ હસ્તે આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ,છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ મંચસ્થ મહાનુભવોની ઉપસ્થિતિ માં દરબાર હોલ છોટા ઉદેપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં છોટા ઉદેપુર જિલ્લાના તાલુકા ક્ક્ષાએ રાયસીંગપુરા (હ) પ્રાથમિક શાળા ના શિક્ષકશ્રી ચાવડા પિયુષકુમાર બાબુભાઇને શ્રેષ્ઠ શિક્ષક ટ્રોફી તથા રોકડ પુરષ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા તેઓ તરફથી શાળા કક્ષાએ સહઅભ્યાષિક પ્રવૃતિઓ , ગામના સામાજિક પ્રસંગોમાં ઉપસ્થિતિ , વિવિધ ટ્રસ્ટો દ્વારા ગામના ગરીબ લોકોને જરૂરી સહાય , વિધવા બેહેનોને વસ્ત્રદાન ,વિધુર પુરૂષોને સહાય , શાળાના ગરીબ બાળકોને જરૂરી સહાય ,બાળકો તથા ગ્રામ જાણો સાથે તિથી ભોજનનું આયોજન વગેરે જેવી ઉમદા પ્રવૃતિ કરેલ છે
આ તબબ્કે રાયસીંગપુરા ગામના સરપંચ રાઠવા મંજુલાબેન વિક્રમભાઈ,શાળા ના એસ .એમ.સી અધ્યક્ષ રાઠવા નારણભાઇ તથા ગ્રામજનો તરફથી શાળાના શિક્ષક તરફથી શાળામાં થતી કામગીરીઓને બિરદાવી હતી સાથે તેઓને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પ્રાપ્ત કર્યો તે બદલ શુભેસ્છા પાઠવી હતી
શાળા ના મુખ્ય શિક્ષક, શાળાના સ્ટાફ ગણ તથા એસ .એમ.સી સભ્ય તરફથી પણ શુભેસ્છા પાઠવી હતી
શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક શિક્ષક ચાવડા પિયુષકુમાર બાબુભાઇએ આ તબક્કે પરિવાર,ગામના સરપંચ,શાળાના આચાર્ય તથા સ્ટાફગણ ,ગ્રામજનો અને એસ .એમ.સી અધ્યક્ષ તથા એસ .એમ.સી સભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિશેષ જિલ્લા પસંદગી સમિતિ છોટા ઉદેપુર તથા શિક્ષણ વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

