જુનાગઢ જિલ્લા ખાતે 73 માં વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી જે.એમ. પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ સાયન્સ કોલેજ માણાવદર ખાતે કરવામાં આવેલ પ્રતિ વર્ષે વન વિભાગ દ્વારા દરેક જગ્યાએ વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે ચાલુ સાલે જુનાગઢ જિલ્લાના 73 માં વન મહોત્સવની ઉજવણી જે.એમ. પાનેરા કોલેજ ખાતે કરવામાં આવેલ આ કાર્યક્રમની શરૂઆત આદિત્ય સ્કૂલ માણાવદરની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કરવામાં આવેલ આ કાર્યક્રમના અધ્યક્ષ શાંતાબેન ખટારીયા પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ ખાસ ઉપસ્થિત રહેલ મુખ્ય મહેમાન શ્રીઓમાં નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોર ,નાયબ વન સંરક્ષણ જુનાગઢ વન વિભાગ ડો એસ.કે. બેરવાલ, માણાવદર મામલતદાર મારૂં, માણાવદર કોલેજના પ્રમુખ જેઠાભાઈ પાનેરા તથા જયશ્રીબેન જલુ સરપંચ વગેરે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ
શ્રાવણ માસની પવિત્ર સવારે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરી પ્રાસંગિક સ્વાગત નોડલ ઓફિસર અને મદદનીશ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ જામવાળા દ્વારા કરવામાં આવેલ બાદ આદિત્ય સ્કૂલ માણાવદરની વિદ્યાર્થીની દ્વારા ગીત રજૂ કરી બાદ મહાનુભવોશ્રીનું સ્વાગત તુલસીના રોપા આપી કરવામાં આવેલ. બાદ સાવજ ડેરીના પ્રમુખ દિનેશભાઈ ખટારીયા, પાનેરા કોલેજના પ્રિન્સિપાલ મેતરા, માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઇ પાનેરા, કાર્યક્રમના અધ્યક્ષ શાંતાબેન ખટારીયા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ
આ વર્ષે કાર્યક્રમની ઉજવણી થોડી અલગ હતી 73 માં વન મહોત્સવ નિમિત્તે રાજ્ય કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ધોળીધજા ખાતે મુખ્યમંત્રી ના વરદહસ્તે વટેશ્વર વનના લોકાર્પણ નો કાર્યક્રમ થયેલ આ કાર્યક્રમ સાથે રાજ્યના તમામ જિલ્લાઓ તથા મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી માટે નક્કી કરાયેલ સ્થળો લાઇવ વિડિયો કોન્ફરન્સથી જોડાયેલ. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભવો દ્વારા નિયત કરેલ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું જેમાં ખાસ કરીને બેહડા, અરીઠી, પારિજાત, બોરસલી વગેરે જેવા રોપાઓનું વાવેતર કરવામાં આવેલ હતું
73 માં વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ 1000 રોપાનું વાવેતર અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ હતું. સમગ્ર જિલ્લામાં કુલ 6000 રોપાઓનું વિતરણ કરવામાં આવેલ હતું તેમ જ આતકે ઓક્સિજન રથ પ્રસ્થાન પણ ઉપસ્થિત તમામ મહાનુભવોના હસ્તે કરવામાં આવેલું હતું 73 માં રાજ્ય કક્ષાના વન મહોત્સવ વટેશ્વર વન ધોળી ધજા ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વનમંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્ય કક્ષાના વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયેલ. આ સમગ્ર કાર્યક્રમ વન વિભાગ દ્વારા જે.એમ. પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ સાયન્સ કોલેજ માણાવદર ખાતે ઉજવવામાં આવેલ હતો અને કાર્યક્રમનું સફળ સંચાલન રેન્જ ફોરેસ્ટર ઓફિસર એ.એ. ચાવડા દ્વારા કરવામાં આવેલું હતું
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


