રિપોર્ટર: વિક્રમ સાખટ રાજુલા
અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ લાંચ લેતા ઝડપાઇ જતા સમગ્ર પોલીસ બેડો અવાચક બની ચૂક્યો છે ફરિયાદી જાગૃત નાગરિક અને ફરિયાદીના મિત્રનો પથ્થર ભરેલો ટ્રક નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોલીસ કર્મી દ્વારા ટ્રક ઉભો રાખી ટ્રક ચલાવી હોય તો મહિને ટ્રકદીટ મહિને 1000 રૂપિયા લેખે રૂપિયા 5000 ની લાંચ માગી હતી ફરિયાદીની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવી બંને પોલીસ કર્મીઓ અને ઝડપી પાડયા હતા ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા જેથી અમરેલી એલ.સી.બી નો સંપર્ક કરતા ફરિયાદ આપેલ જે આધારે લાંચના છટકા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કામના બંને આરોપી પોલીસ કર્મીઓ દ્વારા લાંચની હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી આરોપી પોલીસ કર્મીઓએ 5,000 લાંચની માગણી કરી સ્વીકારી તથા બીજા આરોપી પોલીસ કર્મીએ મદદગારી કરી બંને આરોપીઓ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાંથી અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડયા હતા હાલ અમરેલી એલસીબી દ્વારા બંને આરોપીઓને પકડી કાર્યવાહી હાથ ધરી છે બે પોલીસકર્મીઓ એલસીબી પોલીસના સકંજામાં આવતા રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફફડાટ મચી જવા પામ્યો છે જડપાયે પોલીસ કર્મીઓ ના નામ: વિજયભાઈ ભાયાભાઈ બાંભણિયા, પોલીસ કોન્સ્ટેબલ
(2) ગંભીરસિંહ મોહબ્બતસંગભાઈ ચાવડા,ASI


