જૂનાગઢ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અન્વયે આચારસંહિતાની અમલવારી શરૂ છે. આ માટે કલેકટર કચેરી ખાતે ચૂંટણીના ખર્ચ સંબંધી તેમજ ચૂંટણી લગત ફરિયાદ બાબતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત હેલ્પલાઈન અને C vigil એપ્લિકેશન પર ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે શ્રી પિયુષ ભારદ્વાજ અને શ્રી રવિકાંતની ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
શ્રી રવિકાંત ૮૫ -માણાવદર, ૮૬-જૂનાગઢ અને ૮૮- કેશોદ વિધાનસભા બેઠક પરના ખર્ચ છે. આ સંદર્ભે કોઈ ફરિયાદ નોંધાવવા માટે ફોન નં. ૦૨૮૫-૨૯૬૦૬૪૮ અને મો.૭૯૯૦૦૧૭૩૬૭ પર સંપર્ક કરી શકાશે.
શ્રી પિયુષ ભારદ્વાજ ૮૭-વિસાવદર અને ૮૯- માંગરોળ વિધાનસભા બેઠક માટે ખર્ચ નિરીક્ષક છે. ત્યારે આ બાબતે ફરિયાદ નોંધાવવા માટે ફોન નં.૦૨૮૫-૨૯૬૦૩૦૭ અને મો.૯૨૬૫૨૭૪૯૨૬પર સંપર્ક કરવાનો રહેશે.
