Gujarat

FRCએ નક્કી કરેલી ફી સરકારી વેબસાઇટ પર જાહેર કરવા દ્ગજીેંૈંની માગ

અમદાવાદ
ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ફી નક્કી કરવામાં આવે છે, પરંતુ આ નક્કી કરેલી ફી એફઅરસીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી નથી. જેને લઈને વાલીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે, ત્યારે એનએસયુઆઈ દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવ્યો છે અને શિક્ષણમંત્રીને પત્ર લખીને ફીની વિગત સરકારી વેબસાઇટ પર જાહેર કરવા માંગણી કરવામાં આવી છે. ફી વધારા માટેના દરખાસ્તના ડોક્યુમેન્ટ પણ વેબસાઈટ પર અપલોડ કરવાના હોય છે, પરંતુ ૨૦૧૭થી અત્યાર સુધી એફઆરસી દ્વારા ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત એફઆરસીની વેબસાઈટ પર પણ ૨૦૨૧ સુધીની જ ફી જાહેર કરવામાં આવી છે. ખાનગી સંસ્થા દ્વારા ૭ હજાર સ્કૂલોની ૨૦૨૨-૨૩ની ફી જાહેર કરવામાં આવી છે. વાલીઓને લૂંટવામાં સ્કૂલ જેટલી જ એફઆરસી પણ જવાબદાર છે. વાલીઓ જાણી શકે તે માટે ફીની વિગત એફઆરસી એ જાહેર કરી નથી. સામાન્ય વાલીઓને લૂંટવામાં સ્કૂલ સાથે એફઆરસી પણ જવાબદાર છે. એફઆરસી દ્વારા તમામ માહિતી સરકારી વેબસાઇટ પર જાહેર કરવામાં આવે નહીં તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *