રાણપુર બી.આર.સી.કક્ષાનું નાગનેશ ગામે વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૨ યોજાયુ
જુદા જુદા વિભાગ મુજબની શ્રેષ્ઠ-૨૦ કૃતિઓ પ્રદર્શિત થયેલ.જેમાં ૪૦ બાળ વૈજ્ઞાનિકો અને ૨૦ માર્ગદર્શિક શિક્ષકો ઉત્સાહ સાથે જોડાયા હતા…
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર અને જિલ્લા શિક્ષણ સમિતિ બોટાદ માર્ગદર્શિત બી.આર.સી.ભવન રાણપુર દ્વારા આયોજીત રાણપુર તાલુકા કક્ષાનાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૨નું આયોજન નાગનેશ કન્યા અને નાગનેશ કુમાર શાળાનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ. તાલુકા કક્ષાનાં આ પ્રદર્શનમાં જુદા જુદા ચાર ક્લસ્ટરનાં પાંચ વિભાગ મુજબની શ્રેષ્ઠ-૨૦ કૃતિઓ પ્રદર્શિત થયેલ. જેમાં ૪૦ બાળ વૈજ્ઞાનિકો અને ૨૦ માર્ગદર્શિક શિક્ષકો ઉત્સાહ સાથે જોડાયેલ. પ્રદર્શનનાં ઉદઘાટન અને બાળ વેજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા નાગનેશ મોટા રામજી મંદિરનાં ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત પતિતપાવનદાસબાપુ, ભગવતસિંહ દાયમાં (ચેરમેન કારોબારી સમિતિ, જિં.પં.બોટાદ) રાણપુર તાલુકા પંચાયતનાં પ્રમુખ વિનોદભાઇ સોલંકી, રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ લીંબોલા, રાણપુર તાલુકા કેળવણી નિરીક્ષક કરણસિંહ લીંબોલા, રાણપુર તાલુકા શિક્ષક શરાફી મંડળીનાં પ્રમુખ તેમજ રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહોબતસિંહ ચાવડા, રાણપુર તાલુકા શૈક્ષિક સંઘનાં પ્રમુખ કેશુભાઇ જોગરાણા,એસ.એમ.સી.અધ્યક્ષ ઉપસ્થિત રહેલ. બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન માટે રાણપુર તાલુકા શિક્ષક શરાફી મંડળી, સોહમ જ્વેલર્સ બોટાદ, રાણપુર તાલુકા શૈક્ષિક સંઘ, રાણપુર તાલુકા પ્રા.શિક્ષક સંઘ, સ્વસ્તિક બુક સ્ટોર રાણપુર, જસુબેન હેમુભાઈ ગઢિયા ,હનમંત સ્પોર્ટસ સ્ટોર-બોટાદ, નોલેજ સ્ટેશનરી, રંગાણી ઘનશ્યામભાઇ તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ. સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા નાગનેશ કુમાર/કન્યા શાળાનો સમગ્ર સ્ટાફ, તમામ સી.આર.સી.કો. તમામ આઇ.ઇ.ડી.શિક્ષકો તેમજ બી.આર.સી.કો.આર.એસ.રાઠોડે ભારે જહેમત ઉઠાવેલ હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


