GCERT ગાંધીનગર અને DIET વડોદરા પ્રેરિત બીઆરસી ભવન બોડેલી ખાતે બ્લોક કક્ષાની બાળવાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બોડેલી તાલુકાના તમામ ક્લસ્ટરમાંથી પ્રથમ નંબરે આવેલા કુલ ૫૪ બાળકોએ ખુબ જ ઉત્સાહથી સ્પર્ધામાં ભાગ લીધો
હતો.સ્પર્ધા ત્રણ સ્ટેઝમાં ધોરણ પ્રમાણે રાખવામાં આવી હતી.જેમાં પ્રથમ સ્ટેઝ ફાઉન્ડેશનલમાં વાર્તાકથન સ્પર્ધા ધોરણ ૧ અને ૨ વચ્ચે યોજાયી હતી.જેમાં અલ્હાદપુરાના બારીયા ઝીલ સુમિતભાઈ,દ્વિતીય ઘાંઘરપુરાના વિધીબેન ઈશ્વરભાઈ,તૃતીય ધોળીવાવના ખુશીબેન હેમંતભાઈ આવ્યા હતા.જયારે પ્રિપેરેટરી સ્ટેજ સ્પર્ધા ધોરણ ૩ થી ૫ વચ્ચે યોજાયી હતી.જેમાં પ્રથમ ધોળીવાવના
પટેલ દર્શકુમાર રસિકભાઈ,દ્વિતીય રતનપુરના બારીયા પાર્થિવ સુનિલભાઈ,તૃતીય બોડેલી ન.ઓ.વસાહતના રાઠવા ગાયત્રીબેનનો આવ્યો હતો.જયારે મિડલ સ્ટેઝ સ્પર્ધા ધોરણ ૬ થી ૮ વચ્ચે યોજાયી હતી.જેમાં લઢોદના સાક્ષીબેન સુરેન્દ્રસિંહ,દ્વિતીય ઓરવાડાના બારીયા અજયભાઇ અને તૃતીય ખાંડીવાવના રાઠવા પ્રિયંકાબેન રાકેશભાઈનો વાર્તા નિર્માણ સ્પર્ધામાં આવ્યો હતો.આ બ્લોક કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞેશકુમાર વણકર,બોડેલી બી.આર.સી.કૉ.ઓ. વિશાલ પંડ્યા સહીત શિક્ષકો,બાળકો ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,બોડેલી બી.આર.સી.કૉ.ઓ.ના હસ્તે પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાને ૨૫૦,દ્વિતીય ૧૫૦ અને તૃતીય ક્રમે આવનાર બાળકોને રૂ ૧૦૦ નું રોકડ ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.વિજેતા પામેલ વિદ્યાર્થીઓ ૧૯ ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા કોસીંદ્રા ખાતે જશે તેમ બીઆરસી વિશાલભાઈ પંડ્યાએ માહિતી આપી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


