જિલ્લા તિજોરી કચેરી જામનગર તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી આઇ.આર.એલ.એ. સ્કીમ હેઠળ (બેંક મારફત) ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે.
આ તમામ પેન્શનરો કે, જેની નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાનની સર્વિસ પેન્શનની આવક કરપાત્ર થતી હોય, તેવા પેન્શનરોને પોતે કરેલાં રોકાણની પ્રમાણિત નકલ, પાન કાર્ડની નકલ, પી.પી. ઓ. નંબર, તેમજ સને ૨૦૨૨-૨૦ર૩ દરમિયાન જો આવકવેરાની રકમ ભરેલ હોય તો, તેના ચલણની નકલ સાથેની અરજી સંબંધિત તિજોરી કચેરીની પેન્શન શાખામાં આગામી તા.૧૦/૦૧/૨૦૨૩ સુધીમાં રજૂ કરવા પેન્શનરોને જાણ કરવામાં આવે છે.
ઉપરોક્ત જણાવેલ સમય મર્યાદા સુધીમાં માહિતી ન મળ્યે આ પેન્શનરો કોઇપણ જાતનું રોકાણ કરવા માંગતા નથી તેમ માનીને નિયમાનુસાર આવકવેરા કપાતની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
