Gujarat

I.R.L.A. સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોએ કરેલા રોકાણ અંગે તા.૧૦ જાન્યુઆરી સુધીમાં પેન્શન શાખામાં અરજી કરવાની રહેશે

જિલ્લા તિજોરી કચેરી જામનગર તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી આઇ.આર.એલ.એ. સ્કીમ હેઠળ (બેંક મારફત) ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. 

આ તમામ પેન્શનરો કે, જેની નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાનની સર્વિસ પેન્શનની આવક કરપાત્ર થતી હોય, તેવા પેન્શનરોને પોતે કરેલાં રોકાણની પ્રમાણિત નકલ, પાન કાર્ડની નકલ, પી.પી. ઓ. નંબર, તેમજ સને ૨૦૨૨-૨૦ર૩ દરમિયાન જો આવકવેરાની રકમ ભરેલ હોય તો, તેના ચલણની નકલ સાથેની અરજી સંબંધિત તિજોરી કચેરીની પેન્શન શાખામાં આગામી તા.૧૦/૦૧/૨૦૨૩ સુધીમાં રજૂ કરવા પેન્શનરોને જાણ કરવામાં આવે છે.

ઉપરોક્ત જણાવેલ સમય મર્યાદા સુધીમાં માહિતી ન મળ્યે આ પેન્શનરો કોઇપણ જાતનું રોકાણ કરવા માંગતા નથી તેમ માનીને નિયમાનુસાર આવકવેરા કપાતની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવા જિલ્લા તિજોરી  અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *