Gujarat

KYC અપડેટના નામે સુરતના વેપારીની પત્નીના ક્રેડિટકાર્ડમાંથી ૧.૪૭ લાખની છેતરપીંડી કરવામાં આવી

સુરત
સુરત ના વેસુ વિસ્તારની નંદીની સોસાયટીમાં રહેતા અને અગાઉ ડુમસ રોડ પર આવેલા અવધ કોપર સ્ટોન રેસિડન્સમાં રહેતા મુખવાસના વેપારીની પત્નીના ક્રેડિટ કાર્ડમાંથી અઢી મહિના પહેલાં ૧.૪૭ લાખની રકમ ઉપડી ગઈ હતી. મહિલાને ‘એસબીઆઈમાંથી બોલું છું, તમારા ક્રેડિટ કાર્ડની કેવાયસી અપડેટ કરવાની છે’ એમ કહી ઠગ ટોળકીએ કોલ કરીને ફોર્મની લિંક મોકલી હતી. ત્યાર બાદ તેમના કાર્ડમાંથી ૧.૪૭ લાખ ઉપાડી લેવાયા હતા. આ અંગે ૩૪ વર્ષીય નિમીષા ઠક્કરે ડુમસ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ચીટીંગ અને આઈટી એકટનો ગુનો નોંધ્યો છે. ૩૧ ઓગસ્ટે મહિલાએ એસબીઆઈ ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન ઓપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, ઓપન થઈ ન હતી. આથી મહિલાએ મેઇલ ચેક કરતાં ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઇનના ૨ ટ્રાન્ઝેક્શનો થયાં હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ૩૦ ઓગસ્ટે રૂ.૫૦૮૨૫ અને રૂ.૯૬૬૧૫ મળી ૧.૪૭,૪૪૦ની રકમ ક્રેડિટકાર્ડમાંથી ઉપડી ગઈ હતી. ઠગે ફોન પર કહ્યું કે હું એસબીઆઈ બેંક માંથી બોલું છું, તમારી પાસે જે એસ બી આઈ નું ક્રેડિટ કાર્ડ છે તેની કેવાયસીની માહિતી અપડેટ કરવાની છે તો તેની પ્રક્રિયા ના ભાગરૂપે તમારે એક ફોર્મ ભરવું પડશે, એમ જણાવી ફોર્મની લિંક મોકલી હતી. આથી મહિલાએ ફોર્મની લિંક ઓપન કરતાં તેમાં સ્ટેટ બેંકનો લોગો પણ જાેવા મળ્યો હતો. જેથી મહિલાએ વિશ્વાસ રાખી નામ, મોબાઇલ નંબર, જન્મતારીખ અને રિઝનમાં ક્રેડિટ કાર્ડ અપડેટ સિલેકટ કરી સબમીટ કરી હતી.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *