Gujarat

LNK કૉલેજે ઓફ એજ્યુકેશન બી.એડ.અભ્યાસક્રમમાં સમગ્ર ગુજરાતમાં મોખરે રહી સુવર્ણ ચંદ્રક મેળવ્યો

પાટણ
ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન (આઈઆઈટીઈ), ગાંધીનગર સંલગ્ન નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણની બી. એડ્‌. પ્રથમ બેચ વર્ષ ૨૦૨૦-૨૨ ની પ્રશિક્ષણાર્થીની અઘારીયા નુસરતબાનુ ઇકબાલભાઈ સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જે માટે સંસ્થા પરિવાર ખુબ જ ગૌરવની લાગણી અનુભવે છે. ગાંધીનગર ખાતે યોજાયેલ પદવી એનાયત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને કુલપતિ હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં નુસરતબાનુને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જે સંસ્થા માટે ગૌરવપૂર્ણ અને યાદ્‌ગાર ક્ષણ બની રહેશે. લીલાવતી નંદલાલ કિલાચંદ કોલેજ ઓફ એજ્યુકેશનની સ્થાપના વર્ષ ૧૯૫૮ માં કરવામાં આવી ત્યારથી જ સંસ્થાની એક આગવી ઓળખ રહેલ છે. ઉત્તમ અને ઉચ્ચ કોટિની શૈક્ષણિક કારકિર્દી ઘડતર કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી – અમદાવાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી – પાટણ અને હાલમાં ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન (આઈઆઈટીઈ), ગાંધીનગર સાથે જાેડાણ ધરાવે છે, ૫૦ થી વધુ વર્ષના સમયમાં દરેક યુનિવર્સિટી માં સંસ્થા હમેશા પ્રથમ જ રહીં છે જેનો શ્રેય સંસ્થાના મેનેજમેંટને જાય છે. કેટ-કેટલાય પુરસ્કાર,દરજ્જા અને વિશેષ સિધ્ધીઓએ વર્ષો-વર્ષ કોલેજની શોભા વધારી છે. આજે જ્યારે ફરી એકવાર સંસ્થાએ રાજ્યભરમાં બી.એડ્‌. અભ્યાસર્ક્મમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે ત્યારે નુસરતબાનુએ તેનો શ્રેય સંસ્થાના આચાર્યશ્રી ડો. ગંગારામ પ્રજાપતી તથા અધ્યાપક ગણ, વહીવટી બિનવર્ણીવર્ણી સ્ટાફ પરિવાર, માતા-પિતા અને વિશેષ રૂપે સંસ્થાના મેનેજમેંટ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી,મુંબઈને આપ્યો છે. મેનેજમેંટની ઉદારતા અને સહકારની ઉમદા ભાવના થકી જ આજે સંસ્થા પોતાનું સ્થાન શિક્ષણ જગતમાં મોખરે જાળવી શકી છે. જે માટે સંસ્થા તમામનો આભાર વ્યક્ત કરે છે

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *