Gujarat

SITનો દાવા અનુસાર તિસ્તા સેતલવાડ દ્વારા અહેમદ પટેલે ઁસ્ નરેન્દ્ર મોદી સામે રચ્યું હતું ષડયંત્ર

અમદાવાદ
૨૦૦૨ના રમખાણો મામલે ગુજરાત સરકારને અસ્થિર કરવા માટેના ષડયંત્રમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ સામેલ હોવાનો આક્ષેપ ગુજરાત પોલીસે કર્યો છે. ગુજરાત પોલીસે શુક્રવારે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે, તીસ્તા સેતલવાડ ૨૦૦૨ના રમખાણો બાદ રાજ્યની ભાજપ સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઇશારે રચવામાં આવેલા “મોટા કાવતરા”નો ભાગ હતી. એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે જીૈં્‌ નું સોગંદનામું રેકોર્ડ પર લીધું હતું અને સેતલવાડની જામીન અરજી પરની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી હતી. ગુજરાત રમખાણો સાથે જાેડાયેલા કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા પુરાવા બનાવવાના આરોપમાં પૂર્વ ૈંઁજી અધિકારી આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની સાથે તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં જીૈં્‌ ના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, સેતલવાડનો રાજકીય ઉદ્દેશ ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો હતો. ગુજરાતમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાના તેમના પ્રયત્નોના બદલામાં હરીફ રાજકીય પક્ષ તરફથી તેમને ગેરકાયદે નાણાકીય અને અન્ય લાભો મળ્યા હતા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે નિવેદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અહેમદ પટેલ પર લાગેલા આરોપોને નકારે છે. રાજકીય બદલો લેવાનું મશીન રાજકીય વિરોધીઓને પણ છોડતું નથી. જે વ્યક્તિ આ દુનિયામાં નથી અને અસત્યનું ખંડન ન કરી શકે એવા લોકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સાક્ષીના નિવેદનો ટાંકીને જીૈં્‌એ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, આ ષડયંત્ર દિવંગત અહેમદ પટેલના ઈશારે રચવામાં આવ્યું હતું. જીૈં્‌એ આરોપ લગાવ્યો છે કે, સેતલવાડને ૨૦૦૨ના ગુજરાત રમખાણો પછી અહેમદ પટેલ પાસેથી ૩૦ લાખ રૂપિયા મળ્યા હતા. જીૈં્‌એ વધુમાં દાવો કર્યો હતો કે, તિસ્તા સેતલવાડ ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલીન ભાજપ સરકારના વરિષ્ઠ નેતાઓને ફસાવવા માટે દિલ્હીમાં કેન્દ્રમાં સત્તામાં રહેલી એક પ્રમુખ રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓને મળતી હતી. સોગંદનામામાં જીૈં્‌એ અન્ય એક સાક્ષીને ટાંકીને દાવો કર્યો છે કે, ૨૦૦૬માં તિસ્તા સેતલવાડે કોંગ્રેસના નેતાને પૂછ્યું હતું કે, પાર્ટી શા માટે ફક્ત શબાના અને જાવેદને જ તક આપી રહી છે અને તેને રાજ્યસભાના સભ્ય કેમ નથી બનાવતી? અહીં ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ગુજરાત રમખાણોના કેસની જીૈં્‌ તપાસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને આપવામાં આવેલી ક્લીનચીટને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યાના એક દિવસ પછી ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી. ૈંઁજી આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની સાથે તિસ્તા સેતલવાડ પર પોલીસે આઈપીસી કલમ ૪૬૮ અને ૧૯૪ હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાત પોલીસની જીૈં્‌એ કોર્ટમાં તિસ્તાની જામીન અરજીનો વિરોધ કહ્યું હતું કે, તે ગુજરાતમાં ભાજપ સરકારને તોડવાના કાવતરાનો ભાગ છે. એસઆઈટીએ કોર્ટમાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલનું નામ પણ લીધું હતું.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *