Gujarat

TRS સરકાર વિરુદ્ધ હડતાળ પર બેઠેલા રૂજી શર્મિલાને હૈદરાબાદની સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાયા

હૈદરાબાદ
તેલંગણાની ટીઆરએસ સરકાર વિરુદ્ધ ભૂખ હડતાળ પર બેઠેલા વાઈએસઆરટીપી પ્રમુખ વાઈએસ શર્મિલાને સવાર સવારમાં હૈદરાબાદની એક સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પદયાત્રાની મંજૂરી ન મળતા વાઈએસ શર્મિલા અનિશ્ચિતકાલ ઉપવાસ પર ઉતર્યા હતા. આપને જણાવી દઈએ કે, વાઈએસ શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની બહેન પણ છે. વાઈએસઆરટીપી પ્રમુખે શનિવારે કહ્યું હતું કે તેલંગણા પોલીસ કેસીઆરના મુખૌટા તરીકે કામ કરી રહી છે. મારા લોકો, જેમાં મહિલાઓ પણ સામેલ છે. તેમની કાલે ધરપકડ કરી અને તેમની સાથે મારપીટ કરી. તેઓ હાલમાં પણ જેલમાં છે. આજે મારા લોકોને મને મળતા અટકાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં બેરિકેટ લગાવી દીધા છે. આ છે પોલીસની બર્બરતા. અહીં ઉલ્લેખનિય છે કે, જગનની બહેનને આ અગાઉ પણ બે વાર ધરપકડ કરી ચુક્યા છે, જ્યારે તે હૈદરાબાદમાં આવેલા તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરની ઓફિસ કમ આવાસ એટલે કે, પ્રગતિ ભવન તરફ આગળ વધી રહ્યા હતા. ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકર્તાઓ પર શર્મિલાના સમર્થકો સાથે મારપીટ કરવાનો આરોપ છે અને તે તેના વિરોધમાં સીએમ આવાસ સુધી જઈ રહ્યા હતા. શર્મિલાની ત્યારબાદ ધરપકડ થઈ હતી.

Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *