પોક્સો એક્ટ શિબિર આયોજન
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મહિલા એડવોકેટ દ્વારા વિદ્યાર્થીનીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ (પોક્સો એક્ટ)ના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને પોક્સો એક્ટ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ અરવિંદ કુમાર તથા એક્ઝીક્યુટીવ ચેરમેન સોનિયા ગોકાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ દ્વારા તા. ૨6સપ્ટેમ્બર થી 20ઓક્ટોબર સુધી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિર ચાલે છે.
આ આયોજનના ભાગ રૂપે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એડવોકેટ વંદના શાહ અને એડવોકેટ વિશ્વા મોદીની અધ્યક્ષતા હેઠળ પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


