ભરૂચ
અંકલેશ્વર જીઆઇડીસીની અમલ લિમિટેડ નામની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના પ્લાન્ટમાં ચાલતી કામગીરી દરમિયાન અચાનક આગ ફાટી નિકળી હતી. જાેકે, સ્થાનિક ફાયર ફાઇટરો પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આ આગ કંપનીના પ્લાન્ટમાં ચાલતી કામગીરી દરમિયાન લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જાેકે, ચોક્કસ કારણ હજુ જાણી શકાયુ નથી. કંપનીમાં લાગેલી આગમાં મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ થઇ જતાં માલિકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જાેકે, સદનસીબે આ આગમાં કોઇ જાનહાનિ થઇ નથી.
