અંકલેશ્વર વાલિયા જોડતો માર્ગ ધુળીયો બન્યો છે. જેના કારણે વાહન ચાલકો પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તા ઉપર ઉડતી ધૂળ અને ઊંડા ખડામાં પટકાતા વાહન ચાલકોને આર્થિક નુકશાન સાથે અકસ્માતોના બનાવો વધતા લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. નવા બનેલા રોડ પણ માત્ર ચાર મહિનામાં જ પણ તૂટવા લાગ્યો છે. જેને લઈને તત્કાલીન નાયબ મંત્રી સુધી રજૂઆત કરી હોવા છતાં સ્થિતિ એની એ જ રહેતા લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
અંકલેશ્વર શહેર અને ગ્રામ્યને જોડતા બિસ્માર માર્ગો સામે તંત્રની ઉદાસીન નીતિ જોવા મળી રહી છે. અંકલેશ્વર -વાલિયા, અંકલેશ્વર -ઝગડીયા માર્ગોના ખસતા હાલ વચ્ચે માર્ગ પર ધૂળની ઉડતી દમની અને મસમોટા ખાડાઓના કારણે લોકોને હાડમારી વેઠવી પડી રહી છે. જેના કારણે વાહન ચાલકોને આર્થિક નુક્શાની વચ્ચે સ્વાસ્થ્યની પણ તકલીફો વધી રહી છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતો માર્ગ 2019 માં બન્યાના માત્ર ચાર મહિનામાં જ બિસ્માર બન્યો હતો. આ અંગે ત્યાંના સ્થાનિક નિઝામ બાપુએ જણાવ્યું હતું કે, આ અંગે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જેમાં ભષ્ટાચાર આચરનારા સામે ખાતાકીય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તે અંગે આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરાઈ નહિ કરાઈ હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે.
અંકલેશ્વર-વાલિયા, નેત્રંગ થઇ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો હાઇવે હાલ અત્યંત બિસ્માર બન્યો છે. આ માર્ગ હાલમાં અત્યંત જરૂરી કહી શકાય તેવો માર્ગ તદન બિસ્માર બન્યો છે. આ માર્ગ ઉપર વાહનોના ભારણને પગલે માર્ગને ફોર લેન કરવામાં આવે તેવી માંગ સાથે ભષ્ટાચાર આચરનારા અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
Attachments area

