Gujarat

અંકલેશ્વરની બેન્સન હોટલ પાસેથી ૧.૧૮ લાખનો ગેરકાયદે ભંગારનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વર
અંકલેશ્વર શહેર પોલીસ ની સર્વેલન્સ સ્કોર્ડ અંકલેશ્વર માં નેશનલ હાઇવે નંબર ૪૮ પર પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ભરૂચ થી સુરત તરફ જતા માર્ગ પર આવેલ બેન્સન હોટલ પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં ચોરી નો ભંગાર સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમજ વાયરો ની જથ્થો સળગાવ્યો છે. જે આધારે સર્વેલસ સ્કોર્ડ એ ૨ પંચો સાથે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જ્યાં ભંગાર ના ગોડાઉન સંચાલક મૂળ રાજસ્થાન ના અને હાલ ખેતેશ્વર કોલોની મીઠા ફેક્ટરી નજીક રહેતા મુકેશ ભંવરસિંહ રાજપુરોહિત ની પૂછપરછ આરંભી ગોડાઉન માં સર્ચ કરતા અંદર થી ૩૩૯૦ કિલો ભંગાર નો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થો ક્યાં થી લાવ્યો અને જરૂરી તેની બિલ માંગતા મુકેશ રાજપુરોહિત ઉડાવ જવાબ આપતા પોલીસે એલ્યુમિનિયમ વાયર,. લોખંડ ની એંગલો તેમજ લોખંડ ના સળીયા સહીત નો ભંગાર નો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ગોડાઉન ના મુખ્ય સંચાલક અશોક સિંહ રાજપુરોહિત રાજસ્થાન હોવાથી મુકેશ રાજપુરોહિત એ આ ભંગાર ના જથ્થા અંગે કંઈજ જાણતો ના હોવાનું જણાવતા પોલીસે તેની સી.આર.પી.સી ૧૦૨ મુજબ અટક કરી હતી તેમજ સી.ર.પી.સી ૪૧(૧) ડી મુજબ ભંગાર નો ૧.૧૮.૬૫૦ રૂપિયા જથ્થો સીઝ કર્યો હતો.અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર બેન્સન હોટલ બાજુ ભંગાર ગોડાઉન માંથી ૩૩૯૦ કિલો ભંગાર નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧.૧૮ લાખ રૂપિયા નો ભંગાર જથ્થો જપ્ત કર્યો હતો. ભંગારના ગોડાઉન સંચાલક મુકેશ ભવરસિંહ રાજપુરોહિત ની ધરપકડ અટક કરી વધુ પૂછપરછ આરંભી હતી.

A-quantity-of-3390-kg-of-illegal-debris-was-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *