Gujarat

અંકલેશ્વરમાં પોલીસના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર
ભરૂચની એમ.કે.કોલેજ તથા જે.પી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર લાયન્સ સ્કૂલના એન.સી.સી વિદ્યાર્થીઓની મદદથી કોલેજના યુવા મતદાર જાગૃત કર્યા હતા. જેનું સમગ્ર આયોજન પોલીસ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર – ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત અંકલેશ્વર લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરી યુવા મતદારોને મતદાનનું મૂલ્ય સમજવા તેમજ અચૂક મતદાન અંગે અપીલ કરવા માટે ભરૂચ જે.પી કોલેજ તેમજ એમ.કે.કોલેજ ખાતે અને અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મતદાતાઓમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાન કરવા અપીલ કરાઈ હતી. હું મતદાન કરીશ તેમજ અન્ય પાસે મતદાન કરાવીશ માટે પણ અપીલ પણ કરવામાં આવી હતી.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *