ભરૂચ
અંકલેશ્વરમાં પ્રથમ અને બીજી લહેર માં કોરોના દર્દી સંખ્યા જેટ્લી રોજની ના આવતી હતી તે હવે ત્રીજી લહેરમાં જાેવા મળી રહી છે. જેમાં છેલ્લા ૩ દિવસમાં રોજના સરેરાશ ૧૫૦ નજીક આવી રહ્યા છે. આ વચ્ચે ખાનગી ક્લિનિકમાં પણ દર્દીઓ વધી રહ્યા છે. જેમાં શરદી અને ખાંસીની ફરિયાદ સાથે સૌથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. જેને લઇ તબીબો દ્વારા દર્દી કોરોના છે કે કેમ કે પછી તેને ત્રીજી લહેરમાં સામે આવેલા ઓમિક્રોન વાયરસ છે. કે કેમ તે ટેસ્ટ કરવા માટે કોરોના ટેસ્ટ રીફર કરી રહ્યા છે. જેમાં ૧૦૦થી ૯૦ % દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. જે દર્દી તબીબો દ્વારા શરદી-ખાંસી અને તાવની દવા આપી રહ્યા છે અને માત્ર ૭ દિવસમાં રિકવર પણ થઇ રહ્યા છે. તેને એન્ટી બાયોટીક દવાની પણ જૂજ આપવાની જરૂર પડી રહી છે. એટલું જ નહીં ૦.૫ % દર્દી મા ઓક્સિજન લેવલ ની સમસ્યા સર્જાઈ રહી છે. અને તેમના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે તેમાં ૯૮ % દર્દી ઘરમાં જ સારવાર લઇ સાજા થઇ રહ્યા છે. એવો સામાન્ય ફલૂ હોય એમ કામગીરી પણ કરી રહ્યા છે. ત્યારે ખરેખર કોરોના છે કે ફ્લૂ થયો છે. એ તબીબો મા પણ ચર્ચા નો વિષય બન્યો છે. કોરોના રિપોર્ટ બાદ ક્લિનિકલી દવા થી જ ૭ દિવસમાં જ દર્દીઓ સાજા થી રહ્યા છે. શરદી-ખાંસી સાથે એક અથવા ૨ દિવસ લોકો તાવ પણ આવી રહ્યો છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ પણ નોર્મલ વ્યક્તિ ની જેમાં લોકો સાજા થઇ રહ્યા છે. અંકલેશ્વર ખાનગી લેબ માં થતા ટેસ્ટ ને લઇ કોરોના દર્દી સંખ્યા દિવસે દિવસે આવી રહેલા ઉછાળો આવી રહ્યો હોવાની શક્યતા ને નકારી શકાય એમ નથી. આ વચ્ચે જેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. તેવા કિસ્સામાં ૯૫ % દર્દીઓ વેક્સીનનો બંને ડોઝ લીધો હોય છે. જેને લઈ પણ તેઓ જલ્દી સાજા થઇ રહ્યા હોવાનું તજજ્ઞ મત વ્યક્ત કરી રહ્યા છે. જેને લઇ કોરોના ગંભીર પ્રકાર ના દર્દી ની સંખ્યા માં ધટાડો છે તેમજ રોજે રોજ દર્દી સાજા થવાની સંખ્યા પણ બમણી થઇ છે.રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ કોરોના કેસમાં દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. જ્યારે અંકલેશ્વર ખાનગી દવાખાનામાં દર્દીનો બમ્પર ઉછાળો હાલ જાેવા મળી રહ્યો છે. ખરેખર કોરોના કે વાયરલ ફ્લૂ છે. તે સવાલ તબીબોને સતાવી રહ્યો છે. સૌથી વધુ શરદી -ખાંસીની ફરિયાદ મળી રહી છે. તબીબ દ્વારા ઓમીક્રોન માટે કોરોના ટેસ્ટ કરાવતા જ કોરોના દર્દી ઉછાળો જાેવા મળ્યો છે.


