મકસુદ કારીગર,કઠલાલ
તાજેતરમાં આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા ખેડા જીલ્લાના ગળતેશ્વર અને ઠાસરા તાલુકાની અંઘાડી તેમજ સાંઢેલી ગામની પ્રાથમિક શાળાઓમાં પોક્સો એક્ટ સંદર્ભે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહભાગી બન્યા. પ્રસ્તુત કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ શું છે તેની વિસ્તૃત સમજ આશાદીપના રેખાબેન તથા સંગીતાબેન દ્વારા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સભાનતાને વિસ્તૃત બનાવતા આ કાર્યક્રમ બદલ શાળા પરિવાર તરફથી આશાદીપ સંસ્થાનો આભાર માનવામાં આવ્યો હતો.


