Gujarat

અંજારના વરસામેડીમાં પુત્રના લગ્ન માટે પરિવાર બહારગામ જતાં ચોરો ૧.૯૦ લાખની ચોરી

અંજાર
અંજારના વરસામેડી સીમમાં આવેલી ઓધવ પાર્ક સોસાયટીમાં રહેતા અને મેઘપર-બો.માં એન.સી. ટીમ્બર નામે લાકડાનો બેન્સો ચલાવતા ગિરીશંકર ઓમપ્રકાશ સિંધલે નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ગત તા. ૮મી જુલાઇના દિકરા લોકેશના લગ્ન હોવાથી પરિવાર સાથે તેઓ ૨જી તારીખે રાજસ્થાનના ગંગાનગરમાં ગયા હતા. તેઓ વતનમાં હતા, ત્યારે પાડોશી સુરેશભાઈ સુથારનો ફોન આવ્યો કે, તમારા ઘરના દરવાજાનું લોક તૂટેલું છે. જેથી સંબંધી નરેન્દ્રભાઈ ગોયલને જાણ કરી તાળું મારવા કહેવાયું હતું. ત્યારે ઘરે જાેતા સામાન વેરવેખેર જાેવા મળ્યો હતો. દિકરાના લગ્ન પ્રસંગ પતાવી તે જયારે ઘરે આવ્યા અને સામાન તપાસતા રૂ. ૩૦ હજારના સોનાના દાગીના, રૂ. ૩૫ હજારના ચાંદીના દાગીના અને ૧.૨૫ લાખ રોકડા મળી કુલ રૂ. ૧.૯૦ લાખની મત્તા ચોરી થઇ ગઈ હોવાનું જણાતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગ્રામ પંચાયતમાં બહેનોને પગભર થવા મળેલી ગૃહઉદ્યોગ માટેની રૂ.૪૫ હજારની સામગ્રી તસ્કરો બારી તોડી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સખી સંઘના પ્રમુખે ભચાઉ પોલીસ મથકે નોંધાવી હતી. નાની ચીરઇના કોરેજાવાસમાં રહેતા અને ગ્રામ પંચાયતમાં સખી સંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવતા આબેલાબેન આદમ કોરેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સરકારની યોજના એનઆરએલએમ અંતર્ગત બહેનોને આર્થિક રીતે પગભર કરવાના ઉદ્દેશથી ગૃહઉદ્યોગ ચલાવવા વેલ્સ્પન કંપની તેમજ ગરીબ કલ્યાણ મેળા તરફથી સાભન સામગ્રી મળી હતી જેના દ્વારા સેનેટરી પેડ ઉદ્યોગ બહેનો દ્વારા બનાવી ચલાવતા હતા. જે ૧ મહિનાથી બંધ છે. આ તમામ સાધન સામગ્રી પંચાયતના રૂમમાં રાખવામાં આવી હતી. તા.૬/૭ ના આ રૂમમાં જાેવા આવ્યા હતા ત્યારે હતી પરંતુ તા.૧૨/૭ ના વરસાદમાં આ સામગ્રી બગડી નથીને તે તપાસવા તેઓ ગયા ત્યારે રૂ.૪૫,૦૦૦ ની કિંમતના ૧ઓફિસ જન મોટર હવાઇ મશિન,૧ પેપર ડીશ મોટર, ૪ પેપર ડીશ પ્લેટ,૩ વાટકા બનાવવાના લોખંડના ફર્મા, સેનેટરી પેડ બનાવવાના એલ્યુમિનિયમના ૩ અને પતરાના ૩ ફર્મા, મશિન ટુલ કીટનું બોક્સ અને મશિનરી ટુલ કીટ ૧ મળી કુલ ૭ સાધન સામગ્રી ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે ભચાઉ પોલીસ મથકે કોઇ અજાણ્યા ઇસમોએ પંચાયતના રૂમની બારી તોડી આ ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.અંજાર તાલુકાના વરસામેડીમાં પરિવાર પુત્રના લગ્ન કરવા રાજસ્થાન ગયો ત્યારે બંધ ઘરનું તાળું તોડી ચોરી કરી જવામાં આવી હતી. પાડોશીએ ચોરી થઇ હોવાની જાણ કરતાં પરિવાર દોડતું થયું હતું અને ઘરમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૧.૯૦ લાખની ચોરી થઇ હોવાનું ખુલ્યું હતું.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *