*અંબાજી પોલીસ દ્વારા ઇમરાન ખાન હદિસ ખાન પઠાણ શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.*
અંબાજી થી 7 કિલોમીટર દૂર છાપરી ખાતે રાજસ્થાન બોર્ડર આવેલ છે અને ત્યાં ગુજરાત પોલીસ ની ચેકપોસ્ટ બનાવેલ છે ત્યાંથી અવારનવાર ગેરકાયદેસર દારૂ અને અન્ય માદક દ્રવ્યો પકડાતા હોય છે
હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણીમાં કોઈ પ્રકારના નશીલા પદાર્થો અને દ્રવ્યોનો તેમજ ગેરકાયદેસર રૂપિયાનો ઉપયોગ ના થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા ચોકસાઈ વધારી દેવામાં આવી છે અને તે માટે ગુજરાતની દરેક ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે
આવી જ ચેકીંગ દરમિયાન અંબાજી નજીકની ચેકપોસ્ટ પરથી ગુજરાત એસટી માંથી એક શખ્સ 13 કિલો 809 ગ્રામ ગેર કાયદેસર ગાંજા સાથે પકડાઈ જવા પામ્યો હતો જે ગાંજા ની કિંમત 1,38,090 રૂપિયા જેટલી થાય છે આ શખ્સ રાજસ્થાનથી ગુજરાત એસટીમાં અંબાજી તરફ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે છાપરી ચેકપોસ્ટ પર પોલીસની તપાસ દરમિયાન તેની પાસેથી આ ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો અંબાજી પોલીસ દ્વારા આ શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ આરોપીનું નામ ઇમરાન ખાન હદિસ ખાન પઠાણ છે અને તે અમદાવાદનો રહેવાસી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*