Gujarat

અકસ્માતમાં બામરોલીના મહિલા સરપંચનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

 

નડિયાદ
નડિયાદ પીજ રોડ પર થયેલ ગમખ્વાર અકસ્માતમાં વસો તાલુકાના બામરોલી ગામના મહિલા સરપંચ નું મૃત્યુ થયું છે. સરપંચ કાંતાબેન અને તેમના પતી બેંકમાં કામ હોવાથી બાઈક નં.જીજે.૦૭.ઈઈ.૦૫૭૧ લઈ નડિયાદ કેડીસીસી બેંકમાં આવ્યા હતા. જ્યાં કામ પૂર્ણ કરી દંપત્તિ પરત બામરોલી ગામે જઈ રહ્યા હતા. ત્યારે આશિયાના પાર્ક પાસે ટ્રેક્ટર નં.જીજે.૦૭.એએન.૧૦૮૫ નો ઓવરટેક કરવા જતા પુંજાભાઈ નું બેલેન્સ બગડ્યું હતું. ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતા પુજાભાઈ એ પણ બાઇકને બ્રેક મારી હતી, જે દરમિયાન બેલેન્સ બગડતા પાછળ બેઠેલા મહિલા સરપંચ કાન્તાબેન બાઈક પરથી નીચે પટકાયા હતા. તેઓ નીચે પટકાતા જ સિમેન્ટની થેલીઓ ભરેલ ભારે ભરખમ ટ્રેકટરની ટ્રોલીનું પાછળનું ટાયર તેમના માથા પર ફરી વળ્યું હતું. જેના કારણે કાંતાબેનનું સ્થળ પર જ મૃત્યું થયુ હતુ. ઘટનાના સમાચાર બામરોલી ગામમાં પહોંચતા જ લોકોના ટોળા નડિયાદમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ સરપંચ પાસેથી આધારકાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ મળ્યા હતા. તેમના પતિએ જણાવ્યું હતું કે મહિલા સરપંચ તરીકે તેઓ ચૂંટાયા હતા. જેથી બેંક એકાઉન્ટમાં સહી બદલાવવાની જરૂરી કામગીરી માટે આવ્યા હતા. મહત્વની વાત છેકે કાંતાબેને બેંકમાં તો સહી બદલાવી દીધી, પરંતુ તેમના હસ્તે વિકાસના કામોના એજન્ડા પર તેઓ સહી ન કરી શક્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *